પશ્ચિમ બંગાળના લોકોની પોતાની ભાષામાં નવી ચેનલ TV9 Bangla આજથી થઈ લોન્ચ

TV9  નેટવર્ક પત્રકારત્વના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરવાની સાથે સાથે સફળતાના શિખરો પર સર કરી રહ્યું છે. જેમાં TV9 નેટવર્ક તેની પાંચ પ્રાદેશિક ભાષાની  ચેનલના સફળ સંચાલન બાદ હવે છઠ્ઠી પ્રાદેશિક ચેનલને પોતાની યશકલગીમાં આજથી ઉમેરવા જઈ રહી છે.

TV9  નેટવર્ક પત્રકારત્વના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરવાની સાથે સાથે સફળતાના શિખરો પર સર કરી રહ્યું છે. જેમાં TV9 નેટવર્ક તેની પાંચ પ્રાદેશિક ભાષાની  ચેનલના સફળ સંચાલન બાદ હવે છઠ્ઠી પ્રાદેશિક ચેનલને પોતાની યશકલગીમાં આજથી ઉમેરવા જઈ રહી છે. TV9 બાંગ્લા 14 જાન્યુઆરી 2021ના રોજ સવારે  6.58 વાગ્યે લોન્ચ થઈ છે.

 

1  નમસ્કાર,  અમે છીએ Tv9 Bangla આજની સવાર ખૂબ જ  વિશેષ છે. વિશેષ એટલા માટે છે કારણ કે આજથી પશ્ચિમ બંગાળમા અંદાજે 10 કરોડ લોકોની પોતાની ન્યૂઝ ચેનલ  Tv9 Bangla લોન્ચ થઈ છે.

 

2  Tv9 Bangla આ નેટવર્કનો હિસ્સો છે, જે દેશનું નંબર વન ન્યૂઝ નેટવર્ક છે. Tv9 Banglaના  લોન્ચિંગ સાથે અમે તમને એક વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમે રાજ્યની 10 કરોડ જનતાનો અવાજ બનીશું.

 

3  અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે નિષ્પક્ષ સમાચાર દેખાડીશું. કોઈના ભય વિના, કોઈનાથી પ્રભાવિત થયા વિના. અમે માત્ર તમારી સાથે જોડાયેલા સમાચારને મહત્વ આપીશું.

 

4 Tv9 Bangla પાસે ન્યૂઝ ઈન્ડસ્ટ્રીના સૌથી અનુભવી અને સંવેદનશીલ પત્રકારોની ટીમ છે. અમારી પાસે હાઈ-ટેક સ્ટુડિયો છે. પશ્ચિમ બંગાળના 23 જિલ્લામાં અમારા રિપોર્ટર સમાચારોને સીધા પ્રસારિત કરવા હંમેશા તૈયાર છે.

 

5 બંગાળ મહાપુરુષોની ધરા છે. જેમના વ્યક્તિત્વ અને મેઘાએ દેશને નવી દિશા આપી છે. નવો રાહ ચીંધ્યો છે.

 

6 તેથી જ અમે તમને ગોપાલ કૃષ્ણ ગોખલેની એક પંકિત યાદ અપાવીએ છીએ. ગોખલે ક્હ્યું હતું કે બંગાળ જે આજે વિચારે છે તે દેશ આવતીકાલે વિચારે છે. તેમજ Tv9 Bangla આ વિચારને વધુ સતેજ કરવા માટે તમારી વચ્ચે આવ્યું છે.

 

7 આજે અમે બંગાળની ધરા પરથી ક્રાંતિની નવી મશાલ લઈને પ્રારંભ કરીએ છીએ. અમે એ બાબત દ્રઢ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે  ટીવી 9 નેટવર્કનું  પશ્ચિમ બંગાળમાં પ્રવેશથી પત્રકારત્વ તેના મૂળિયા સુધી પરત ફરી રહ્યું છે.

 

8 નિર્ભીક પત્રકારત્વની જે મૂળિયા બંગાળમા સૌથી વધારે ઉંડા છે. આ સૂત્ર સાથે Tv9 Banglaએ મંચ બનશે, જ્યાં માત્ર અને માત્ર તમારી વાત જ થશે.

 

9 અમને વિશ્વાસ છે જે Tv9 Banglaને તમે એટલો પ્રેમ આપશો જેટલો ટીવી9 નેટવર્કની બીજી ટીવી 9 ચેનલોને મળી રહ્યો છે.

 

10 અમે  પ્રયાસ કરીશું કે પશ્ચિમ બંગાળમાં તમારી આશાઓ પર સાચા ઉતરીએ તો આવો શરૂ કરીએ કે સમાચારોની નવી સફર Tv9 Bangla સાથે.

 

&t=1s

Click on your DTH Provider to Add TV9 Gujarati