ટ્રાંસજેન્ડર રીત રિવાજથી રાષ્ટ્રપતિની નજર ઉતારાઇ ! પહેલા તમે કોઇને આ રીતે પદ્મ શ્રી એવોર્ડ લેતા નહીં જોયા હોય

Padma Shri Award 2021: એવોર્ડ મેળવતા પહેલા તેમણે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની નજર ઉતારી, તેણે ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિ કરી, જેના કારણે સમગ્ર હોલમાં તાળીઓ પડી.

ટ્રાંસજેન્ડર રીત રિવાજથી રાષ્ટ્રપતિની નજર ઉતારાઇ ! પહેલા તમે કોઇને આ રીતે પદ્મ શ્રી એવોર્ડ લેતા નહીં જોયા હોય
Transgender Folk Dancer Manjamma Jogati Receives Padma Shri, With A Unique Gesture
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Nov 10, 2021 | 8:42 AM

સોમવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં 119 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. દરમિયાન, કર્ણાટકના (Karnataka) બેલ્લારી જિલ્લાના કલ્લુકંબા ગામમાં જન્મેલા ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથીને (Folk dancer Manjamma Jogati) પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત (Padma Shri honour) કરવામાં આવ્યા છે. મંજમ્મા જોગાથી કહે છે કે તેમને ટ્રાન્સજેન્ડર હોવાને કારણે પોતાની ઓળખ સ્થાપિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ (President Ram Nath Kovind) પાસેથી પદ્મશ્રી પુરસ્કાર મેળવતા પહેલા, મંજમ્માએ રાષ્ટ્રપતિ ભવનમાં બધાનું ધ્યાન પોતાની તરફ કર્યુ. એવોર્ડ મેળવતા પહેલા તેમણે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની નજર ઉતારી, તેણે ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિ કરી, જેના કારણે સમગ્ર હોલમાં તાળીઓ પડી. આ પછી મંજમ્માએ રાષ્ટ્રપતિ અને ત્યાં હાજર દરેકનું અભિવાદન કર્યું.

તમને જણાવી દઈએ કે ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથી કર્ણાટક જનપદ એકેડમીના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રમુખ છે. કલા ક્ષેત્રે તેમણે કરેલા પ્રયાસો અજોડ છે. મંજમ્મા જોગાથીનું સાચું નામ મંજુનાથ શેટ્ટી છે.

તેમણે તમામ મુશ્કેલીઓ વચ્ચે ઘણી કળાઓમાં નિપુણતા મેળવી. મંજમ્માની આ કળાને કારણે લોકો તેમને સારી રીતે ઓળખે છે. જોગાથીએ દરેક પગલે પોતાને મજબૂત બનાવ્યા અને આર્થિક રીતે નબળા લોકોને પણ મદદ કરી. તેમણે કલાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી અને તેમાં નિપુણતા મેળવી.

હાલમાં મંજમ્મા સાથે કર્ણાટકના પર્યાવરણવાદી તુલસી ગોડાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તુલસી ગોડાને વનનો જ્ઞાનકોશ પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ દરમિયાન તુલસીની સાદગીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પદ્મશ્રી પ્રાપ્ત કરવા માટે તે ઉઘાડપગું અને તેના પરંપરાગત પોશાકમાં આવ્યા હતા.

આ પણ વાંચો –

સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારે DA માં 9% નો કર્યો વધારો! જાણો ક્યા કર્મચારીઓને મળશે લાભ

આ પણ વાંચો – દિલ્હીમાં આજે 8 દેશોની NSAની મહત્વની બેઠક, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનથી ઉભા થયેલા પડકારો પર ચર્ચા, પ્રાદેશિક સુરક્ષાનો મુદ્દો રહેશે

આ પણ વાંચો – આખરે એ દિવસ આવી જ ગયો ! રોહિત શર્માને કેપ્ટન બનાવવાને લઇને ફેન્સમાં ખુશીની લહેર, લોકોએ મીમ્સ શેયર કરીને ખુશી વ્યક્ત કરી

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati