દગાખોર ચીને આપ્યો ફરી દગો, લદ્દાખ સરહદે સૈન્ય સંખ્યા ઘટાડવાનું કહીને સૈન્ય વધાર્યુ

ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં ગુપ્ત રીતે પોતાના સૈન્યમાં વધારો કર્યો છે. ચીને પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને દેશો પોતાના સૈન્યમાં વધારો નહીં કરે

  • Hardik Bhatt
  • Published On - 18:11 PM, 24 Jan 2021
Treacherous China betrays again, raises troops on Ladakh border
લદ્દાખ સરહદે, સૈન્ય સંખ્યા વધારતુ ચીન

ચીને તેના જ પ્રસ્તાવનું ઉલ્લંઘન કરતા વાસ્તવીક નિયંત્રણ રેખા ( LAC ) પર તેના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. બન્ને દેશો વચ્ચે નક્કી થયું હતું કે સૈનીકોની સંખ્યા નહી વધારાય. આશરે ચાર મહિના પહેલાં, ચીને લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર સૈન્ય તૈનાતીના તેના જ પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું છે. એક અહેવાલ મુજબ, ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને ગુપ્ત રીતે પોતાના સૈન્યમાં વધારો કર્યો છે. ચીને પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને દેશો હવે પોતાના સૈન્યમાં વધારો નહીં કરે.
ચીન ગુપ્ત રીતે પોતાની સેના વધારી રહ્યું છે.

બંને પક્ષો દ્વારા સપ્ટેમ્બરમાં નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જે સકારાત્મક પગલું માનવામાં આવતું હતું. આ સમય દરમિયાન બંનેએ કોઇ એવા પ્રકારનું પગલું નહીં લેવાનું વચન આપ્યું હતું જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવે. સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને ચાર મહિના બાદ તેનું ઉલ્લંઘન કર્યું છે. ( ઇન્ડિયા ટુડેએ ) દાવો કર્યો છે કે ચીન લદ્દાખના દેપસાંગમાં ગુપ્તરૂપે પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે અને દૌલાત બેગ ઓલ્ડિની નજીક નવા સ્થળોએ તૈનાતી કરી રહ્યું છે.
ભારતે બે ચીની સૈનિકો પરત કર્યા હતા.

ચીનની વિરોધી વાતોને જોતા ભારત પણ તેની તાકાત વધારવા માટે પગલા લેવા મજબૂર છે. અત્યારે સરહદની બંને બાજુ લગભગ 50-50 હજાર સૈનિકો તૈનાત છે અને તેવામાં કોઇ દુર્ઘટના ના થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતે તાજેતરમાં સરહદની પાર બે ચીની સૈનિકોની પરત કર્યા છે. જે રસ્તો ભુલીને સરહદ પાર કરી ગયાં હતાં. મે મહિનામાં તંગદિલી શરૂ થયા પછી, ચીની સેના એલએસીથી આશરે 8 km કિમી સુધી અંદર આવી ગઈ હતી અને પૂર્વી લદ્દાખમાં અનેક સ્થળોએ તંબુ ગોઠવી દીધા હતાં.
ભારતીય સૈનિકોએ ચીનને આંચકો આપ્યો.

ભારતના વિરોધ છતાં, ચીની સૈન્યએ પીછેહઠ કરી ન હતી અને બંને દેશોના સૈન્યે સરહદ પર વધારાના સૈન્ય દળ ગોઠવી દીધા હતાં. તે જ સમયે, સરહદ પર ટેન્ક, તોપખાના અને હવાઈ હુમલાઓની પણ સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં ચીની સેનાને ભારતીય સૈનિકોએ આંચકો આપ્યો હતો, જ્યારે પેંગોંગ ત્સોના દક્ષિણ કિનારા પર કબ્જો કર્યો હતો. ભારતીય સૈનિકો ગુરુંગ હિલ, મગર હિલ, મુખપરી, રેચીન લા અને રેજાંગ લા પર પણ તેનો દબદબો કાયમ રાખવામાં સફળ રહ્યાં હતાં.