AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંધ્રપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, 8 લોકોના મોત, અનેક લોકો ઘાયલ, જુઓ આ દર્દનાક અકસ્માતનો વીડિયો

આંધ્રપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, 8 લોકોના મોત, અનેક લોકો ઘાયલ, જુઓ આ દર્દનાક અકસ્માતનો વીડિયો

| Updated on: Oct 29, 2023 | 11:56 PM
Share

આંધ્રપ્રદેશના વિજયનગરમમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પર રોકાઈ ગઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. જો કે, તે જ સમયે આવી રહેલી એક્સપ્રેસ ટ્રેન પાછળથી રાયગઢ ટ્રેન સાથે અથડાઈ હતી. જેમાં 8 લોકોના મોતની માહિતી સામે આવી હતી. જોકે આ દર્દનાક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોઠાવલસા ડિવિઝનમાં અલામંદા-કંથાકપલ્લી ખાતે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી.

ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પર રોકાઈ ગઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. જો કે, તે જ સમયે આવી રહેલી એક્સપ્રેસ ટ્રેન પાછળથી રાયગઢ ટ્રેન સાથે અથડાઈ હતી. પરિણામ એ આવ્યું કે રાયગઢ પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે, જ્યારે 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.

પ્રધાનમંત્રીએ આ ઘટના અંગે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને રાહત સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

ઘટનાની માહિતી મળતાં જ તમામ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ઘટના સ્થળે વીજળીના અભાવે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલી પણ સર્જાઈ હતી. કોચમાં મુસાફરોની સંખ્યા પણ વધુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મહત્વનુ છે કે તેમાંથી અનેક લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવા માટે કામગીરી કવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ઇન્સેન્ડરી ડિવાઈસ શું છે? જેનો કેરળ સિરિયલ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો ઉપયોગ

8 લોકોના મોત, 25 લોકો ઘાયલ

વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર (ટ્રેન નંબર 08532) વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504) સાથે અથડાઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 08 લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ લોકો અન્ય લોકો ઘાયલ થયા છે.

રેલવેએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

અકસ્માત બાદ રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના દ્વારા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની માહિતી મેળવી શકાશે. નીચે આપેલા નંબર પર ડાયલ કરીને ઘટના સંબંધિત માહિતી મેળવી શકાય છે.

  • રેલ્વે નંબર: 83003, 83004, 83005, 83006
  • BSNL લેન્ડ લાઇન નંબર- 08912746330; 08912744619
  • એરટેલ: 8106053051, 8106053052
  • BSNL: 8500041670, 8500041671

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 10:59 PM
g clip-path="url(#clip0_868_265)">