આજે ARUNACHAL PRADESHનો સ્થાપના દિવસ, જાણો અરૂણાચલનો ઇતિહાસ, મહત્વ અને અન્ય ખાસ વાતો

ARUNACHAL PRADESH 1972 સુધી નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખતું હતું. 20 જાન્યુઆરી 1972 ના રોજ ભારત સરકારે તેને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો મળ્યો આપ્યો તેનું નામ અરુણાચલ પ્રદેશ રાખવામાં આવ્યું

આજે ARUNACHAL PRADESHનો સ્થાપના દિવસ, જાણો અરૂણાચલનો ઇતિહાસ, મહત્વ અને અન્ય ખાસ વાતો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 20, 2021 | 2:02 PM

ભારતમાં ઉગતા સૂર્યનો પર્વત એટલે કે ARUNACHAL PRADESH. ભારતમાં દરરોજ સવારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યનું પ્રથમ કિરણ પડે છે. વહેલી સવારની સાથે જ, જંગલ અને આદિજાતિ વિસ્તારોમાં પક્ષીઓનો કલબલાટ, લીલોતરી અને રંગબેરંગી ફૂલો અદભૂત સૌંદર્ય ઊભું કરે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અરુણાચલ પ્રદેશ તેની હરિયાળી, સાંસ્કૃતિક પરંપરાઓ, ભાષા અને પોષાકો માટે એક અલગ ઓળખ ધરાવે છે. બરફીલા વાદળો, પ્રખ્યાત બૌદ્ધ મઠ, શાંત તળાવો આ બધુ મળીને ARUNACHAL PRADESHને એક સુંદર હિલ સ્ટેશન બનાવે છે. આવો જાણીએ અરુણાચલનો ઇતિહાસ, મહત્વ અને અન્ય ખાસ વાતો

Today is the founding day of ARUNACHAL PRADESH, know the importance of Arunachal and other special things

અરુણાચલનો ભારતમાં સમાવેશ બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં બ્રિટીશ અને તિબેટ વચ્ચે એક સંધિ થઈ હતી, જે અંતર્ગત ARUNACHAL PRADESHને ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને મેકમોહન લાઇન દોરવામાં આવી હતી. પરંતુ ચીને આ સંધિને નકારી કાઢીને કહ્યું કે તે તિબેટ ચીનનો જ એક ભાગ છે, એક અલગ દેશ નથી, તેથી ચીનની સંમતિ વિના આવી કોઈ સંધિ માન્ય નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ARUNACHAL PRADESHને ભારતનો જ ભાગ માનવામાં આવે છે, હાલમાં જ અમેરિકાએ પણ આ વાતનો ઉલ્લેખ કરતાં ચીનને રોકડું પરખાવ્યું હતું. અરૂણાચલની સ્થાપનાથી લઈને આજદિન સુધી ચીન અરૂણાચલના સીમાવર્તી ભાગોમાં ઘૂસણખોરી કરી ભૂમિ પચાવી પાડવાના પ્રયત્નો કરતું રહયું છે, પણ ભારત દર વખતે ચીનને મૂહતોડ જવાબ આપે છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Today is the founding day of ARUNACHAL PRADESH, know the importance of Arunachal and other special things

અરુણાચલ પ્રદેશની રાજ્ય તરીકે સ્થાપના સુવર્ણ ઇતિહાસ ધરાવતું અરુણાચલ પ્રદેશ 1972 સુધી નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખતું હતું. 20 જાન્યુઆરી 1972 ના રોજ ભારત સરકારે તેને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો મળ્યો આપ્યો તેનું નામ અરુણાચલ પ્રદેશ રાખવામાં આવ્યું, આ સાથે જ અરુણાચલ પ્રદેશ વિધાનસભાની રચના થઈ અને સરકારનું શાસન શરૂ થયું. 20 ફેબ્રુઆરી 1987 ના રોજ અરુણાચલને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. ત્યારથી લઈને આજ દિન સુધી રાજ્યનો સ્થાપના દિવસ દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે.

Today is the founding day of ARUNACHAL PRADESH, know the importance of Arunachal and other special things અરુણાચલ પ્રદેશની કેટલીક જાણી-અજાણી વાતો

1) દરરોજ જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ભારતની પ્રથમ કિરણો અરુણાચલના જંગલો પર પડે છે.

2) અરુણાચલ પ્રદેશમાં 16 જિલ્લાઓ, 26 નગરો અને 3863 ગામો છે. અરુણાચલની રાજધાની ઇટાનગર છે. ઇટાનગરનું નામ 14 મી સદીમાં બનેલા ઇટા ફોર્ટ પરથી રાખવામાં આવ્યું છે.

3) અરુણાચલ પ્રદેશ પશ્ચિમમાં ભૂટાન, પૂર્વમાં મ્યાનમાર, ઉત્તર અને ઉત્તરપૂર્વમાં ચીનથી ઘેરાયેલું છે.

4)કાલિકા પુરાણ અને મહાભારતમાં પણ અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ છે.એવું કહેવામાં આવે છે કે વ્યાસ ઋષિએ અહીં ધ્યાન કર્યું અને આ રાજ્યની શોધ રાજા ભીષ્મક દ્વારા કરવામાં આવી.

5) અરુણાચલનો સાક્ષરતા દર 65.38 ટકા છે. અહીં આસામી, બાંગ્લા, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ બોલાય છે.

6) હસ્તકલા, વણકર, શેરડી, વાંસ, કાર્પેટ, લાકડાની કોતરણી, ફળ ઉત્પાદન, ઝવેરાત અને પર્યટનના ઉદ્યોગો અહીં પ્રખ્યાત છે.

7) 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે અરુણાચલ પ્રદેશની વસ્તી 13,82,611 છે.

8) અરુણાચલ પ્રદેશ આસામનું પાડોશી રાજ્ય છે અને અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં તિબેટ, મ્યાનમાર, ભૂતાનની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. 16મી સદીમાં તવાંગમાં બનેલું ભારતનું સૌથી વિશાળ બૌદ્ધ મંદિર તેની ખાસ ઓળખ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">