ઈતિહાસમાં આજનો દિવસ : ભારતના થયા હતા બે ટુકડા, અનેકે વેઠી હતી વિભાજનની વેદના

કહેવા માટે એ દેશનું વિભાજન હતું, પણ ખરેખરમાં તો એ હૃદય, પરિવાર, સંબંધો અને લાગણીઓનું વિભાજન હતું. ભારત માતાની છાતી પર વિભાજનનો આ ઘા સદીઓ સુધી પીડા આપતો રહેશે અને આવનારી પેઢી માટે પણ આ વિભાજન સૌથી પીડાદાયક રહેશે.

ઈતિહાસમાં આજનો દિવસ : ભારતના થયા હતા બે ટુકડા, અનેકે વેઠી હતી વિભાજનની વેદના
India and Pakistan got separated 14 and 15 august
Image Credit source: Social Media
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 14, 2022 | 6:42 AM

દેશના ઈતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ આંસુઓ સાથે લખાઈ છે. આ તે દિવસ હતો જ્યારે દેશનું વિભાજન (Partition)થયું અને 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન (Pakistan) અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અલગ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. આ વિભાજનમાં, માત્ર ભારતીય ઉપ-મહાદ્વીપને બે ભાગમાં વહેંચવામાં આવ્યું ન હતું, પરંતુ બંગાળનું પણ વિભાજન કરવામાં આવ્યું હતું અને બંગાળના પૂર્વ ભાગને ભારતથી અલગ કરીને પૂર્વ પાકિસ્તાનની રચના કરવામાં આવી હતી, જે 1971ના યુદ્ધ પછી બાંગ્લાદેશ બન્યું હતું. કહેવા માટે એ દેશનું વિભાજન હતું, પણ ખરેખરમાં તો એ હૃદય, પરિવાર, સંબંધો અને લાગણીઓનું વિભાજન હતું. ભારત માતાની છાતી પર વિભાજનનો આ ઘા સદીઓ સુધી પીડા આપતો રહેશે અને આવનારી પેઢી માટે પણ આ વિભાજન સૌથી પીડાદાયક રહેશે.

દેશ અને દુનિયાના ઈતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ શા માટે ખાસ છે ? જાણો ઈતિહાસમાં નોંધાયેલ 14મી ઓગસ્ટના રોજ ઘટેલી મહત્વની ઘટનાઓ.

 1. 1862: બોમ્બે હાઈકોર્ટની સ્થાપના.
 2. 1908: પ્રથમ સૌંદર્ય સ્પર્ધા ફોકસ્ટોન, ઇંગ્લેન્ડમાં યોજાઇ.
 3. 1917: ચીને જર્મની અને ઓસ્ટ્રિયા સામે યુદ્ધની ઘોષણા કરી.
 4. 1924: જાણીતા લેખક અને પત્રકાર કુલદિપ નાયરનો જન્મ.
 5. 1938: પ્રથમ બીબીસી ફીચર ફિલ્મ (સ્ટુડન્ટ ઓફ પ્રાગ) ટેલિવિઝન પર પ્રસારિત થઈ.
 6. 1947: ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન અલગ રાષ્ટ્ર બન્યું.
 7. 1968: મોરારજી દેસાઈને નિશાન-એ-પાકિસ્તાન, પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
 8. 1971: બહેરીનને 110 વર્ષ પછી બ્રિટિશ શાસનથી આઝાદી મળી.
 9. 1975: પાકિસ્તાની સેનાએ રાષ્ટ્રપતિ મુજીબ ઉર-રહેમાનને પદભ્રષ્ટ કર્યા.
 10. 2003: પૂર્વીય યુએસ અને કેનેડામાં લાંબા સમય સુધી પાવર આઉટેજ, ન્યુ યોર્ક અને ઓટાવા જેવા મોટા શહેરોને અસર.
 11. 2006: સંયુક્ત રાષ્ટ્રની પહેલ પર, ઇઝરાયેલ અને દક્ષિણ લેબનોનમાં પાંચ સપ્તાહથી ચાલેલા સંઘર્ષનો અંત આવ્યો.
 12. 2006: ઈરાકના કહટનિયામાં બોમ્બ વિસ્ફોટમાં 400 લોકો માર્યા ગયા.
 13. 2013: ઇજિપ્તમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણમાં 638 લોકો માર્યા ગયા.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati