માં તે માં : પોતાના બાળકનો જીવ બચાવવા આ માતાએ માનવભક્ષી દિપડા સામે ભીડી બાથ, જુઓ Photo

આ ઘટના સીધી જિલ્લાના કુસુમી બ્લોકના સંજય ટાઈગર બફર ઝોનના તુમસર રેન્જના બારી ઝરિયા ગામનો છે. જ્યાં ગામમાં સાંજના સમયે અંધારામાં અચાનક દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો.

માં તે માં : પોતાના બાળકનો જીવ બચાવવા આ માતાએ માનવભક્ષી દિપડા સામે ભીડી બાથ, જુઓ Photo
File Photo

Madhya Pradesh : મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં (Siddhi District) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક માતાની બહાદુરીની ખૂબ ચર્ચા થઈ રહી છે, કારણ કે તેણે પોતાનો જીવ જોખમમાં મુકીને પોતાના બાળકને માનવભક્ષી દીપડાથી બચાવ્યો હતો. જો કે દીપડાએ (leopard Attack) કરેલા હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે, પરંતુ તે બાળકને મારવામાં સફળ રહ્યો નહી.

બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયુ

આ હુમલામાં બાળકને ગાલ, પીઠ અને એક આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. બાળકને હાલ સારવાર માટે કુસ્મી હોસ્પિટલમાં(Kusmi Hospital)  દાખલ કરવામાં આવ્યો છે. ઘટના દરમિયાન બાળકની ચીસો સાંભળીને સ્થાનિક ગ્રામજનો પણ સ્થળ પર આવી ગયા હતા, જેના કારણે દીપડો પોતાનો શિકાર છોડીને ભાગી ગયો હતો.

માતાએ પોતાનો જીવ જોખમમાં મુકીને લાડકવાયાને બચાવ્યો….

આ મામલો સિધી જિલ્લાના કુસુમી બ્લોકના સંજય ટાઈગર બફર ઝોનના તુમસર રેન્જના બારી ઝરિયા ગામનો છે. વન વિભાગના અધિકારીઓના (Forest Officer) જણાવ્યા અનુસાર, ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલા બારી ઝરિયા ગામના રહેવાસી શંકર બૈગાની પત્ની કિરણ બૈગા મોડી સાંજે ઠંડીથી બચવા તેના બાળકો સાથે બોનફાયર પાસે બેઠી હતી.

એક બાળક કિરણના ખોળામાં હતો જ્યારે બે બાળકો નજીકમાં બેઠા હતા. આ દરમિયાન અચાનક દીપડાએ હુમલો ( leopard Attack) કર્યો હતો. આવી સ્થિતિમાં દીપડો એક બાળકને મોઢામાં દબાવીને લઈ ગયો હતો. ખૂબ અંધારું હોવાને કારણે તે પણ દીપડાની પાછળ દોડી હતી. આ દરમિયાન કિરણ લગભગ 1 કિમી સુધી દીપડાની પાછળ જઈને તેના બાળકને બચાવવામાં સફળ રહી હતી.

ઇજાગ્રસ્ત બાળકની સારવારનો સંપૂર્ણ ખર્ચ વન વિભાગ ભોગવશે

તમને જણાવી દઈએ કે, આ મામલામાં વન અધિકારીએ જણાવ્યું કે દીપડાના હુમલામાં બાળકને પીઠ, ગાલ અને આંખમાં ગંભીર ઈજાઓ થઈ છે. હાલમાં તેની કુસ્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલ બાળકની સારવારનો સંપૂર્ણ ખર્ચ વન વિભાગ ઉઠાવશે. આ સાથે સ્થાનિક જિલ્લા પ્રશાસને પણ પીડિત પરિવારને મદદ કરી છે.

આ પણ વાંચો : આ Pensioner હજુ પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે, 30 નવેમ્બરની સમયમર્યાદા પછી પણ પેન્શન બંધ નહીં થાય, જાણો કારણ

આ પણ વાંચો : આજથી દીવો પ્રગટાવવો બનશે મોંઘો: 14 વર્ષ બાદ માચીસની કિંમતમાં વધારો થયો, આજથી 1 Matchbox માટે 2 રૂપિયા ચૂકવવા પડશે

  • Follow us on Facebook

Published On - 9:23 am, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati