આરોગ્ય ક્ષેત્રે સુવિધા પૂરી પાડવા, સરકાર ચાર મોરચે કામ કરી રહી છેઃ મોદી

આરોગ્યક્ષેત્રે ફાળવેલા અંદાજપત્રના વપરાશ અંગેના વેબિનારને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યુ કે, દેશના નાગરિકોના સ્વાસ્થય માટે કેન્દ્ર સરકાર ચાર મોરચે કામ કરી રહી છે.

  • Bipin Prajapati
  • Published On - 13:28 PM, 23 Feb 2021
To facilitate the health sector, the government is working on four fronts: Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે વેબિનારને સંબોધતા કહ્યુ કે, ભારતીયોના સારા સ્વાસ્થ્ય માટે કેન્દ્ર સરકાર ચાર મોરચે કામ કરી રહી છે. આરોગ્ય ક્ષેત્રે કેન્દ્રીય બજેટના ઉપયોગ અંગે આયોજિત વેબિનારને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પહેલો મોરચો છે બિમારીઓને રોકવી. બીજો મોરચો છે ગરીબોને પણ સસ્તા દવા મળી રહે. ત્રીજો મોરચો છે આરોગ્યક્ષેત્રે સુવિધાઓ વધારવી અને ચોથો મોરચો છે કે સમસ્યાઓને નિવારવા મિશન મોડથી કામ કરવું. મિશન ઈન્દ્રઘનુષ્યનો વિસ્તાર દેશના આદીવાસી અને દુર દુરના વિસ્તારો સુધી કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશના દુરના વિસ્તારોમાં પણ આરોગ્ય સુવિધા વિકસાવાશે. નેશનલ હેલ્થ ડિજીટલ હેલ્થ મિશન, નાગરિકોને ડિજીટલ હેલ્થ રેકોર્ડ અને બીજી કટીગ એજ ટેકનોલોજીને લઈને ભાગીદારી થઈ શકે છે.

આ વર્ષના અંદાજપત્રમાં જેટલા નાણા આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવ્યા છે તે સૌથી વધુ છે. દેશમાં વેલનેસ સેન્ટર, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ક્રિટીકલ હેલ્થ સેન્ટર, હેલ્થ સર્વિસ, આધુનિક લેબોરેટરી અને ટેલિ મેડીસીન દેશને જોઈએ છે. તેના માટે સરકાર કામ કરી રહી છે. ભારતની દવા અને વેક્સિનની સાથે આપણા દેશી ઔષધ અને ઉકાળાનું પણ બહુ મોટુ યોગદાન છે. આપણી પરંપરાગત ઔષધીએ વિશ્વમાં નામના મેળવી છે.