IASના ‘શરમજનક’ કૃત્ય બાદ દિલ્હી સરકાર જાગી, Thyagraj Stadium માં ખેલાડીઓ 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી શકશે

ખેલાડીઓ અને કોચે દિલ્હીના મુખ્ય સચિવ (મહેસૂલ) સંજીવ ખિરવાલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે ત્યાગરાજ સ્ટેડિયમ(Delhi Thyagraj Stadium)માં પોતાના કૂતરા સાથે ફરી શકે છે, તેથી ખેલાડીઓને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું.

IASના 'શરમજનક' કૃત્ય બાદ દિલ્હી સરકાર જાગી, Thyagraj Stadium માં ખેલાડીઓ 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી શકશે
અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના તમામ સ્ટેડિયમ રાત્રે 10 વાગ્યા સુધી ખેલાડીઓ માટે ખુલ્લા રાખવાનો આદેશ આપ્યોImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 1:35 PM

Thyagraj Stadium Controversy : ત્યાગરાજ સ્ટેડિયમ(Delhi Thyagraj Stadium)માં સાંજે 7 વાગ્યા પછી નો-એન્ટ્રી મુદ્દે દિલ્હી સરકાર એક્શનમાં આવતી જોવા મળી રહી છે. આ સમાચારની નોંધ લેતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sidodia) એ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ખેલાડીઓને થઈ રહેલી અસુવિધા વિશે જાણ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના તમામ સ્ટેડિયમ રાત્રે 10 વાગ્યા સુધી ખેલાડીઓ માટે ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ ખેલાડીઓ અને કોચે દિલ્હીના મુખ્ય સચિવ (મહેસૂલ) સંજીવ ખિરવાલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, તે ત્યાગરાજ સ્ટેડિયમ (Thyagraj Stadium)માં તેના કૂતરા સાથે ચાલી શકે છે, તેથી એથ્લેટ્સને બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું.

ખેલાડીઓ અને કોચ દ્વારા કરવામાં આવેલા આરોપો અનુસાર, તેમને સાંજે 7 વાગ્યા સુધીમાં ત્યાગરાજ સ્ટેડિયમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે અગાઉ એવું નહોતું. અગાઉ તે રાત્રે સાડા આઠ સુધી પ્રેક્ટિસ કરતા હતા. ખેલાડીઓ અને કોચનું કહેવું છે કે આનાથી તેમની પ્રેક્ટિસ ખોરવાઈ રહી છે. આ ફક્ત એટલા માટે કરવામાં આવી રહ્યું હતું કે સંજીવ ખિરવાલ તેના કૂતરા સાથે સ્ટેડિયમમાં ચાલી શકે.

સ્ટેડિયમના પ્રશાસકને અધિકારીના કૃત્યની જાણ નથી

ત્યાગરાજ સ્ટેડિયમના એડમિનિસ્ટ્રેટર અજીત ચૌધરીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ જાણતા ન હતા કે કોઈપણ સરકારી અધિકારી સાંજે 7 વાગ્યા પછી સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, ખેલાડીઓ માટે સ્ટેડિયમમાં સાંજે પ્રેક્ટિસ કરવાનો સત્તાવાર સમય સાંજે 4 થી 6 છે. જો કે ગરમીને જોતા સાંજે 7 વાગ્યા સુધી પ્રેક્ટિસની છૂટ આપવામાં આવી છે.

હવે ખેલાડીઓ રાત્રે 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી શકશે- દિલ્હી સરકાર

જો કે રિપોર્ટ સામે આવ્યા બાદ હવે મામલો ઉગ્ર બન્યો છે ત્યારે દિલ્હી સરકાર પણ સફાળી જાગી છે. તેણે ખેલાડીઓને થઈ રહેલી અસુવિધા અંગે સ્ટેન્ડ લીધો છે અને તેણે સુનિશ્ચિત કર્યું છે કે તેઓ હવે ઓછામાં ઓછા 10 વાગ્યા સુધી દિલ્હી સરકાર હેઠળના સ્ટેડિયમમાં ખેલાડીઓની પ્રેક્ટિસ કરી શકશે. આ સમગ્ર મામલે ખિરવાર તરફથી નિવેદન પણ આવ્યું છે. તેણે કહ્યું, હું ક્યારેય કોઈ ખેલાડીને સ્ટેડિયમ છોડવા માટે નહીં કહીશ. તેણે એમ પણ કહ્યું કે હું ત્યારે જ સ્ટેડિયમમાં જાઉં છું જ્યારે એથ્લેટ્સ ત્યાંથી નીકળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">