જમતાડાની ઠગ ગેંગની મહિને 20 લાખથી વધુ કમાણી, બે-ચાર મિનીટમાં જ બેંક ખાતામાંથી ઉપાડી લે છે રૂપિયા

જમતાડાની ઠગ ગેંગની મહિને 20 લાખથી વધુ કમાણી, બે-ચાર મિનીટમાં જ બેંક ખાતામાંથી ઉપાડી લે છે રૂપિયા

આઈઆઈએમ કે આઈઆઈટી, પાસ થયેલ વ્યક્તિ, આખા વર્ષમાં કમાતા હશે, તેનાથી ક્યાય વધુ રૂપિયા, જમતાડાની હેલો ગેંગ કમાઈ રહી છે. અધધધ કહી શકાય તેવી, કમાણીનો આંકડો, જમતાડાના સાયબર ઠગ પાસેથી, સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્લીના રોહીણી પોલીસે જમતાડાની ઠગ ગેંગના, છ લોકોને ઝડપ્યા છે આ લોકોએ 500 લોકોને શિકાર બનાવીને, 35 કરોડ રૂપિયા […]

Bipin Prajapati

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 7:03 PM

આઈઆઈએમ કે આઈઆઈટી, પાસ થયેલ વ્યક્તિ, આખા વર્ષમાં કમાતા હશે, તેનાથી ક્યાય વધુ રૂપિયા, જમતાડાની હેલો ગેંગ કમાઈ રહી છે. અધધધ કહી શકાય તેવી, કમાણીનો આંકડો, જમતાડાના સાયબર ઠગ પાસેથી, સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્લીના રોહીણી પોલીસે જમતાડાની ઠગ ગેંગના, છ લોકોને ઝડપ્યા છે આ લોકોએ 500 લોકોને શિકાર બનાવીને, 35 કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાનું મનાઈ રહ્યું છે.

Thug gang members earn more than Rs 20 lakh a month in Jamtada,1
માંડ ધો. 10 સુધી ભણેલા છોકરાઓ, રૂપિયાની થોકડીઓ સાથે, જોવા મળતા હોય છે. એપ્લીકેશન વડે મહિલાઓના અવાજ કાઢવામાં નિષ્ણાંત, આ ઠગ લોકો મોબાઈલ ઉપર, સામેથી હેલ્લો બોલતા જ, પોતાની ઠગવાની કળા અજમાવે છે. પોલીસના મતે, જમતાડામાં લોકોને ઠગતી ગેંગના છોકરાઓ, દર મહિને 20થી 30 લાખ રૂપિયા, સાયબર ફ્રોડ દ્વારા આસાનીથી કમાઈ લે છે. આ લોકો વર્ષે દહાડે, કરોડો રૂપિયા લોકોના બેંક એકાઉન્ટમાંથી, ખંખેરી લે છે. ઠગ ગેંગના લોકો જેટલી કમાણી કરે છે, એટલી જ સુખ સાહ્યબી ભોગવે છે. આરોપીઓ પાસે વૈભવી ઘર ઉપરાંત, મોંધીદાટ કાર, મોટરબાઈક સહીતના વાહનો ધરાવતા હોય છે.

લોકોને ઠગીને એકઠા કરેલા રૂપિયા, મોજ શોખમાં ઉડડતા હોય છે. દુબઈ સુધી વિમાની પ્રવાસ કરે છે. આઈપીએલ મેચ ગમે ત્યા રમાતી હોય, આ લોકો ત્યાં મેચ જોવા વિમાનમાં, પહોચી જતા હોય છે. થોડાક સમય પહેલા ગુજરાત પોલીસે, પકડેલા એક સગીરની પુછપરછમાં, ચોકાવનારી વિગતો સામે આવી હતી કે, બે વર્ષમાં 75 કરોડ રૂપિયા, લોકોના બેંક ખાતામાથી ઉપાડી લીધા હતા.

Thug gang members earn more than Rs 20 lakh a month in Jamtada,2

જમતાડામાં રોજ કોઈને કોઈ, પ્રદેશની પોલીસે ધામા નાખ્યા જ હોય છે. ત્યાના વાતાવરણ અને પુછપરછથી પોલીસને જાણવા મળ્યુ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવેલા. દેશની તમામ આર્થિક ગુન્હાને લગતી એજન્સીઓની, નજરનો એક ડોળો જમતાડા ઉપર મંડરાયેલો રહે છે. જમતાડાના પ્રદિપ મંડલ અને સીતારામ મંડલ આ પ્રકારની છેતરપિંડી કરનારી ગેંગના બીગ બોસ ગણાય છે.

જમતાડાનો જ એક યુવક મજુરી કરીને મહિને, 10 હજાર કમાતો હતો, પણ જ્યારથી કોલ કરીને લોકોને છેતરતી ગેંગમાં જોડાયો, ત્યારથી તે માલામાલ થઈ ગયો છે. ઠગ ગેંગના તમામની કામગીરી, અલગ અલગ હોય છે. કોઈ ફોન કરે તો, કોઈ બેંકમાંથી નાણા ઉપાડીને, બીજાના ખાતામાં જમા કરાવે. તો કોઈ એ ખાતમાંથી નાણા અન્યત્ર, બેંકમાં જમા કરાવે. મોટાભાગે મૃત વ્યક્તિના નામે જ, સીમ કાર્ડ કઢાવીને ફોન કરતા હોય છે. એક સીમકાર્ડ ઉપરથી એક જ ફોન, કરીને તે સીમકાર્ડનો નિકાલ કરી દેવામા આવે છે. આથી જ આ પ્રકારે લોકોને ઠગતી ગેંગનો કોઈ અત્તોપત્તો લાગતો નથી.

 

આ પણ વાંચોઃસાબરમતી રિવરફ્રન્ટ સહીત પૂર્વ અમદાવાદમાં વરસાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati