ભારતીય રેલ્વે દ્વારા ટ્રેનમાં લગાડવામાં આવી આ વિશેષ સીટ…. શું તમે જાણો છો આ Special સીટનો ઉપયોગ?

Indian Railway New Seats : ભારતીય રેલ્વે(Indian Railway) લખનઉ મેલ ટ્રેનમાં બાળકો માટે એક ખાસ પ્રકારની સીટ લગાવી છે. આ સુવિધાને કારણે બાળકો સાથે યાત્રા કરતી મહિલાઓને મુશ્કેલી નહીં પડે.

ભારતીય રેલ્વે દ્વારા ટ્રેનમાં લગાડવામાં આવી આ વિશેષ સીટ.... શું તમે જાણો છો આ  Special સીટનો ઉપયોગ?
indian-railway-baby-berth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 6:22 PM

ભારતીય રેલ્વે Indian Railway હવે દુર્ગમ સ્થળો ઉપર પહોંચવાની સાથે સાથે મુસાફરોની રેલ યાત્રાનો Indian railway journey અનુભવ પણ સારો રહે તે માટે પ્રયત્ન કરી રહી છે. તાજેતરમાં જ રેલ્વેએ એવા ઘણાં પગલાં લીધાં છે જેના કારણે મુસાફરોને લક્ઝરી અનુભવ થાય. આજ શ્રેણીમાં રેલ્વેએ એક ખાસ સીટ લગાવવાની વ્યવસ્થા કરી છે આ સીટ લોઅર બર્થ સાથે જોડાયેલી છે. તમે અહીં આપેલા ફોટોમાં જોઈ શકો છો કે ટ્રેનમાં એક ખાસ બર્થ લગાવવામાં આવી છે. આ બર્થનો ફોટો જોઈને ઘણાના મનમાં વિવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકો એવું પૂછી રહ્યા છે કે આ બર્થનો ઉપયોગ શો છે? આ બર્થ શા માટે લગાવવામાં આવી છે? આ બર્થનો ફાયદો કોને થશે? શું તેના માટે અલગ કિંમત ચૂકવવી પડશે? આવા તમામ સવાલોના જવાબ જાણીએ તેમજ આ બર્થ સાથે જોડાયેલી કેટલીક બાબતો અંગે માહિતી મેળવીએ.

શા માટે લગાડવામાં આવી છે સીટ?

ઉત્તર રેલ્વેના લખનઉ ડિવિઝન દ્વારા આ પહેલ કરવામાં આવી છે. રેલ્વેએ મધર્સ ડેના ઉપક્રમે આ શરૂઆત કરી હતી. અને બાળકો માટે એકસ્ટ્રા બર્થ લગાવી હતી. આ બર્થને બેબી બર્થ કહેવામાં આવે છે. તમે ફોટો દ્વારા અંદાજો લગાવી શકો છો કે તેમાં બાળકો માટે કેવી રીતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓને ઘણો ફાયદો થશે.

આ બર્થને કારણે મહિલાઓને વધુ સ્પેસ મળશે. જેમાં મહિલાઓ બાળકોને સૂવાડી શકશે .વળી આ સીટમાં કોર્નર પર એક સ્ટોપર પણ લગાવવામાં આવી છે જેના કારણે બાળક પડી ન જાય. ઉપરાંત આ સીટ ફોલ્ડેબલ છે. જેથી જરૂર ન હોય ત્યારે તમે તેને નીચે વાળી શકો છો. અને જ્યારે જરૂર હોય ત્યારે સીટ ઉપર લઈ શકાય. તમને જણાવી દઈએ કે બેબી બર્થ ફક્ત નીચેની સીટમાં જ લગાવવામાં આવી છે. ટ્રેનની બોગીમાં 12, 17 જેવી લોઅર સીટમાં આ સુવિધા હશે. લખનઉ ડીઆરએમે પણ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કેવી રીતે મેળવી શકો છો ફાયદો?

તમને જણાવી દઈએ કે આ માત્ર એક પ્રાયોગિક શરૂઆત છે. અને ફક્ત એક જ ડબ્બામાં આ સીટ લગાવવામાં આવી છે. આ સીટને જે રિવ્યૂ મળશે તેના આધારે આ અંગે આગળ ઉપર કામ કરવામાં આવશે. આ બેઠકને બુક કરવા અંગે રેલ્વે દ્વારા હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ક્યાં લગાડવામાં આવી છે આ બર્થ?

આ બેબી બર્થ લખનઉ મેલ ટ્રેનમાં લગાવવામાં આવી છે. જેનો ટ્રેન નંબર 194129 છે. સાથે જ બેબી બર્થ 12 અને 60 નંબર એમ બે સીટ ઉપર જ લગાવવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">