ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં વડાપ્રધાનનું સંબોધન, ભારત પ્રતિભાનું પાવર હાઉસ, ગ્લોબલ રિવાઈવલ માટે તૈયાર

ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં વડાપ્રધાનનું સંબોધન, ભારત પ્રતિભાનું પાવર હાઉસ, ગ્લોબલ રિવાઈવલ માટે તૈયાર


વડાપ્રધાન મોદીએ ‘ઈન્ડિયા ગ્લોબલ વીક 2020’ના ઉદ્ઘાટન સેશનને સંબોધિત કર્યુ. બ્રિટેન દ્વારા આયોજિત આ ડિજિટલ કાર્યક્રમમાં ‘આત્મનિર્ભર ભારત’ પર પ્રસ્તુતિ આપવામાં આવી. વડાપ્રધાને સંબોધનમાં કહ્યું કે વર્તમાન ઈવેન્ટ છેલ્લા ઘણા વર્ષોમાં ઈન્ડિયાની કંપનીઓ દ્વારા કરેલા ઉત્કૃષ્ટ કાર્યોનો એક ભાગ છે.

 

વડાપ્રધાને કહ્યુ કે તમારા ઈવેન્ટસે ભારતમાં અવસરોને ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવામાં મદદ કરી છે. આ સમયમાં રિવાઈવલ વિશે વાત કરવી સ્વાભાવિક છે. ગ્લોબલ રિવાઈવલ અને ભારતને જોડવું એટલું જ સ્વાભાવિક છે. વિશ્વાસ છે કે ગ્લોબલ રિવાઈવલની કહાણીમાં ભારતની અગ્રણી ભૂમિકા હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

PMએ વધુમાં કહ્યું કે હું તેને બે ફેક્ટર્સની સાથે નજીકથી જોવું છું. પ્રથમ છે ભારતીય પ્રતિભા. દુનિયાભરમાં તમે ભારતની પ્રતિભા-શક્તિનું યોગદાન જોયું છે. ભારતીય ટેક ઉદ્યોગને કોણ ભૂલી શકે છે. તે દાયકાઓથી રસ્તો દેખાડી રહ્યા છે. ભારત પ્રતિભાનું એક પાવર હાઉસ છે, જે યોગદાન આપવા માટે ઉત્સુક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોવિડ 19 વેકસીન પર વાત કરતા વડાપ્રધાને કહ્યું કે આજે અમારી કંપનીઓ કોવિડ 19 વેકસીનના વિકાસ અને ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોમાં સક્રિય છે. મને આશા છે કે એક વખત શોધ થયા બાદ વેક્સીનના ઉત્પાદન અને વિકાસમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati