રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં હલચલ, વિપક્ષની છાવણીમાં 4 નામો પર ચર્ચા, રાજનાથ સિંહ સર્વસંમતિ બનાવવામાં વ્યસ્ત

Presidential Election : દેશમાં નવા રાષ્ટ્રપતિની (President of India) પસંદગી માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારથી દેશનું રાજકીય તાપમાન ગરમાયું છે. બુધવારે TMC ચીફ મમતા બેનર્જીએ (Mamata Banerjee) વિપક્ષી દળોની બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં હલચલ, વિપક્ષની છાવણીમાં 4 નામો પર ચર્ચા, રાજનાથ સિંહ સર્વસંમતિ બનાવવામાં વ્યસ્ત
Rajnath Singh (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:48 AM

દેશમાં નવા રાષ્ટ્રપતિ (President) ની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના કારણે કેન્દ્રીય ચૂંટણી પંચે પહેલાના દિવસોમાં ‘રાષ્ટ્રપતિ ચૂંટણી‘ (President Election) નો કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારથી દેશનું રાજકીય તાપમાન ગરમાયું છે. હાલ તમામ વિપક્ષી દળોને એક કરવા માટે TMC ના વડા મમતા બેનર્જી (Mamata Banerjee) એ બુધવારે નવી દિલ્હીમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસ સહિત કુલ 17 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચાર નામોની પણ ચર્ચા થઈ હતી.

આ બેઠકને જોતા ભાજપના નેતૃત્વમાં રાજકીય ગઠબંધન એનડીએ પણ સક્રિય થઈ ગયું છે. જે અંતર્ગત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA નો મોરચો સંભાળતા જોવા મળી રહ્યા છે. તેમના પક્ષના સહયોગી સહિત વિરોધ પક્ષોના નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મોરચો સંભાળ્યો છે. જે અંતર્ગત તેણે અનેક નેતાઓનો સંપર્ક પણ કર્યો છે.

એનડીએને એક કરવાની સાથે સર્વસંમતિ બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તા પર રહેલી ભાજપ પણ સક્રિય બની છે. જેનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે. આ અંતર્ગત તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએને એક કરવાની સાથે ઉમેદવાર પર સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજનાથ સિંહે NDA ના સહયોગી JD(U) સાથે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ઉમેદવારની સંમતિ પર વાત કરી છે. તો તેમણે બીજેડી વડા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો પણ સંપર્ક કર્યો છે. રાજનાથ સિંહ વતી વિરોધ પક્ષોનું નેતૃત્વ કરી રહેલા ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી અને સપાના વડા અખિલેશ યાદવનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પણ વાત કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મમતા બેનર્જી વિપક્ષોને એક કરવા માટે કરી રહ્યા છે પ્રયાસો

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષી પાર્ટીઓ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેમાં ટીએમસી ચીફ મમતા બેનર્જી વિપક્ષને એક કરવા અને પોતાની તાકાત બતાવવાના પ્રયાસો કરી રહ્યા છે. મમતા બેનર્જીએ બુધવારે નવી દિલ્હીમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો સહિત કુલ 17 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર સહમતિ બની છે. જે અંતર્ગત શરૂઆતમાં વિરોધ પક્ષ તરફથી NCP પ્રમુખ શરદ પવારનું નામ સામે આવ્યું હતું. જોકે પવારે ફરી એકવાર આ ઓફર ઠુકરાવી દીધી હતી. ત્યાર બાદ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું નામ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ યાદીમાં એનકે પ્રેમચંદ્રનનું નામ પણ સામેલ છે.

જો કે હજુ સુધી આ નામો પર કોઈ સહમતિ સામે આવી નથી. આ દરમિયાન વિપક્ષ પણ એનડીએમાં પોતાના ઉમેદવારો પર સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત પ્રથમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">