પ્રદર્શન કરવાનો અધિકાર કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે ના થઈ શકે, સાર્વજનિક રસ્તા પર કબ્જો સ્વીકાર્ય નહીં: સુપ્રીમ કોર્ટ 

પ્રદર્શન કરવાનો અધિકાર કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે ના થઈ શકે, સાર્વજનિક રસ્તા પર કબ્જો સ્વીકાર્ય નહીં: સુપ્રીમ કોર્ટ 
Supreme Court

સુપ્રીમ કોર્ટે શાહીનબાગ મુદ્દે કહ્યું કે પ્રદર્શન કરવાનો અધિકાર કોઈપણ જગ્યા અને ક્યારેય ના થઈ શકે અને ગયા વર્ષે પસાર થયેલા પોતાના આદેશની સમીક્ષાની માગ કરનારી અરજી રદ કરી દીધી.

Kunjan Shukal

|

Feb 13, 2021 | 7:56 PM

સુપ્રીમ કોર્ટે શાહીનબાગ મુદ્દે કહ્યું કે પ્રદર્શન કરવાનો અધિકાર કોઈપણ જગ્યા અને ક્યારેય ના થઈ શકે અને ગયા વર્ષે પસાર થયેલા પોતાના આદેશની સમીક્ષાની માગ કરનારી અરજી રદ કરી દીધી. ગયા વર્ષે નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે શાહીનબાગમાં નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ પ્રદર્શનો દરમિયાન સાર્વજનિક રસ્તા પર કબ્જો જમાવવો સ્વીકાર્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણા અચાનક પ્રદર્શન થઈ શકે છે પણ લાંબા સમય સુધી અસહમતિ કે પ્રદર્શન માટે સાર્વજનિક સ્થળો પર સતત કબ્જો ના કરી શકાય, જેનાથી બીજા લોકોના અધિકાર પ્રભાવિત થાય.

પૂર્ન:વિચાર અરજીને કરી રદ 

જ્જ સંજય કિશન કૌલ, જ્જ અનિરૂદ્ધ બોસ અને જ્જ કૃષ્ણ મુરારીની પીઠે કહ્યું અમે સમીક્ષા અરજી અને સિવિલ અપીલ તરફ ધ્યાન આપ્યું છે અને અમને વિશ્વાસ છે કે ઓર્ડરની સમીક્ષા કરવાની માંગ કરી છે, તેમાં પુન:વિચાર કરવાની જરૂરિયાત નથી. ખંડપીઠે હાલમાં નિર્ણય પસાર કરતા કહ્યું કે અમે પહેલા ન્યાયિક નિર્ણયો પર વિચાર કર્યો અને ધ્યાન આપ્યું કે પ્રદર્શન કરવા અને અસહમતિ વ્યક્ત કરવાનો બંધારણીય અધિકાર છે પણ તેમાં ઘણા કર્તવ્ય પણ છે.  ખંડપીઠે શાહીનબાગ નિવાસી કનીજ ફાતિમા અને અન્યની અરજીને રદ કરતાં કહ્યું પ્રદર્શન કરવાનો અધિકાર કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે ના થઈ શકે.

કેસની સુનાવણી ન્યાયાધીશની ચેમ્બરમાં કરી 

અરજીમાં ગયા વર્ષે 7 ઓક્ટોબરના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેસની ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરવાના આગ્રહને પણ ઠુકરાવી દીધો અને કેસની સુનાવણી ન્યાયાધીશની ચેમ્બરમાં કરી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 7 ઓક્ટોબરે નિર્ણય આપ્યો હતો કે સાર્વજનિક સ્થળો પર અનિશ્ચિતાકળ સુધી કબ્જો ના જમાવી શકાય અને અસહમતિ માટે પ્રદર્શન નિર્ધારિત સ્થળો પર કરવામાં આવે.

આ પણ વાંચો: Germany: 4 વર્ષના બાળકે કોન્સર્ટમાં ગીત ગાયું અને કોર્ટે તેના પિતા પર ફટકાર્યો લાખોનો દંડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati