વડાપ્રધાન કામની નહી મનની વાત કરે છે, હેંમત સોરેનના ટ્વિવટ પછી રાજકારણ ગરમાયુ

ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન, કેન્દ્ર સરકારના પ્રધાન સહિતના ઘણા મોટા નેતાઓ હવે સોશિયલ મીડિયા પર હેમંત સોરેનને પ્રત્યુતર રૂપે જવાબ આપી રહ્યાં છે.

વડાપ્રધાન કામની નહી મનની વાત કરે છે, હેંમત સોરેનના ટ્વિવટ પછી રાજકારણ ગરમાયુ
વડાપ્રધાન કામની નહી મનની વાત કરે છે, હેંમત સોરેનના ટ્વિવટ પછી રાજકારણ ગરમાયુ

દેશમાં કોરોના સંક્રમણની હાલત સતત કથળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે રાજકારણીઓ દ્વારા નિવેદન કરીને રાજકારણ પણ કરવામાં આવી રહ્યુ છે. ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ અંગે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનીક ચર્ચા કરી હતી, ત્યારબાદ ગુરુવારે રાત્રે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને ટ્વીટ કર્યું હતું. તેમણે પોતાની ટવીટમાં લખ્યું છે કે વડા પ્રધાને આજે ફોન કર્યો. તેમણે ફક્ત તેમના મનની વાત કરી, સારુ થાય જો તેમણે કામ બાબતે વાત કરતા અને કામની વાત સાંભળતા.

આ ટ્વિટને લઈને, રાષ્ટ્રીયસ્તરે રાજકારણ ક્ષેત્રે ઘણો હંગામો મચી ગયો છે. ટવીટના મરફતે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા આક્ષેપો કર્યા છે, તેથી ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન, કેન્દ્ર સરકારના પ્રધાન સહિતના ઘણા મોટા નેતાઓ હવે સોશિયલ મીડિયા પર હેમંત સોરેનને પ્રત્યુતર રૂપે જવાબ આપવામાં વ્યસ્ત છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ હેમંત સોરેનને જવાબ આપતા લખ્યું કે, કૃપા કરીને બંધારણીય હોદ્દાઓના ગૌરવને આ રીતે નિમ્ન સ્તર સુધી ન લઈ જાવો. રોગચાળાના આ મુશ્કેલ સમયમાં કોઈએ રાજકારણ ન રમવુ હોવું જોઈએ, આપણે ટીમ ઈન્ડિયા છીએ.

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફી રિયોએ પણ હેંમત સોરેનને જવાબ આપતા લખ્યું છે કે મુખ્ય પ્રધાન તરીકેના મારા ઘણા વર્ષોના શાસનકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશા રાજ્યો પ્રત્યે સંવેદનશીલ રહ્યા હોવાનું અનુભવ્યુ છે. હેમંત સોરેનના નિવેદનને હું સંપૂર્ણપણે નકારું છું. મિઝોરમના મુખ્ય પ્રધાન જોરમ થાંગાએ ટ્વીટ કરીને લખ્યું છે કે અમને ખૂબ આનંદ થાય છે કે અમને નરેન્દ્ર મોદી જેવા જવાબદાર વડા પ્રધાન મળ્યા છે, જ્યારે પણ તેમનો ફોન આવે છે ત્યારે મને ખૂબ સારું લાગે છે.

આસામ સરકારના મંત્રી અને ભાજપના અગ્રણી નેતા હેમંત બિસ્વા શર્માએ પણ હેમંત સોરેનને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તમારું ટ્વીટ માત્ર ગૌરવની વિરુદ્ધજ નહી પરંતુ તે રાજ્યના લોકોના દુંખની મજાક ઉડાવવા સમાન છે. વડાપ્રધાનના ફોન અંગે તમે જે વાત કરી છે તે ખરાબ છે. અને મુખ્યપ્રધાનપદની ગરીમા પણ ઝાંખી કરી દીધી છે.