ઉડતા વિમાનમાં હોબાળો, પેસેન્જરે દલીલ કરી બધા કપડા ઉતારી દીધા અને કરી વિચિત્ર માંગ

દિલ્હીથી બેંગ્લોર જઇ રહેલી એર એશિયાની ફ્લાઇટમાં એવી ઘટના બની જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધાં. ખરેખર એક મુસાફરે તેના બધા કપડાં ઉતારી દીધા અને ક્રુ મેમ્બરના સદસ્યોને કિસ કરવાની વાત કરવા લાગ્યો.

ઉડતા વિમાનમાં હોબાળો, પેસેન્જરે દલીલ કરી બધા કપડા ઉતારી દીધા અને કરી વિચિત્ર માંગ
AirAsia (File Image)
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 4:08 PM

આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હીથી બેંગ્લોર જઇ રહેલી એર એશિયાની ફ્લાઇટમાં એવી ઘટના બની જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધાં. ખરેખર એક મુસાફરે તેના બધા કપડાં ઉતારી દીધા અને ક્રુ મેમ્બરના સદસ્યોને કિસ કરવાની વાત કરવા લાગ્યો. ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંતરિક અહેવાલ મુજબ, મુસાફરે નગ્ન થઈને લેપટોપ તોડી નાખ્યું હતું અને ત્યારબાદ ક્રૂને ઇટાલિયન સ્ટાઈલમાં કિસ કરવાનું કહેવા લાગ્યો હતો.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોમવારની ફ્લાઇટમાં એક મુસાફરે ઇટાલિયન શૈલીમાં કેબિન ક્રૂના સભ્ય સાથે કિસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને ભારપૂર્વક નકારી કાઢવામાં આવી હતી.

અહેવાલમાં જણાવાયું છે કે, હંગામો મચાવ્યા બાદ મુસાફરને બેસવાની સલાહ આપવામાં આવી હતી અને ક્રૂએ તપાસ કરી હતી કે તે કોઈ નશા કે દવાની અસર હેઠળ તો નથીને. જો કે પછી તે માણસે આ કૃત્ય માટે માફી માંગી અને કહ્યું કે તે ઠીક છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પાછળથી, એક પરિચાલકે પેસેન્જરને તેની સીટ પર નગ્ન સ્થિતિમાં જોયો અને તેણે કપડા પહેરવાનું કહ્યું. આ બાદ મુસાફરે કપડા પહેરી પણ લીધા, પરંતુ જ્યારે વિમાન ઉતારી રહ્યું હતું ત્યારે ફરી આવી હરકત કરવા લાગ્યો.

સમાચાર એજન્સી દ્વારા અન્ય એક મુસાફરે જણાવ્યું છે કે, “પહેલા તો બેકાબૂ મુસાફરે કેબિન ક્રૂ સાથે લાઇફ જેકેટ વિશે ભારે દલીલ શરૂ કરી. પાછળથી તેણે ક્રૂના મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને અચાનક તેના બધા કપડા તેને ઉતારી દીધા.”

એરએશિયા ટીમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે તેઓ આ મુસાફર પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ માણસ 30 દિવસના પ્રતિબંધનો સામનો કરી શકે છે, જે દરમિયાન તે નો-ફ્લાય લિસ્ટમાં રહેશે.

આ પણ વાંચો: સુપ્રીમની મોટી ટિપ્પણી: દલિત સામેના ગુનામાં SC/ST Act ની કલમો આપમેળે લગાવવી જોઈએ નહીં

આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી, ASI પર લગાવ્યા આ મોટા આરોપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">