FASTagમાં મિનિમમ બેલેન્સ રાખવાની શરત થઇ પૂર્ણ, જાણો શું છે નવો નિયમ

FASTagમાં મિનિમમ બેલેન્સ રાખવાની શરત થઇ પૂર્ણ, જાણો શું છે નવો નિયમ

આજકાલ દેશભરમાં બધા વાહનો માટે ટ્રોલ ચૂકવવા માટે Fastag અનિવાર્ય થઇ ગયું છે. ટોલટેક્સ વસૂલીને આસાન બનાવવા માટે સરકારે Fastag ટેક્નોલોજીની નવી વ્યવસ્થા લાગુ કરી છે.

Charmi Katira

| Edited By: Utpal Patel

Feb 11, 2021 | 3:21 PM

આજકાલ દેશભરમાં બધા વાહનો માટે ટ્રોલ ચૂકવવા માટે Fastag અનિવાર્ય થઇ ગયું છે. ટોલટેક્સ વસૂલીને આસાન બનાવવા માટે સરકારે Fastag ટેક્નોલોજીની નવી વ્યવસ્થા લાગુ કરી છે.

જો તમે પણ કાર ડ્રાઈવ કરતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. જો તમે નેશનલ હાઇવે પરથી પસાર થી રહ્યા છો તો તમારે Fastagમાં મિનિમમ બેલેન્સ રાખવાની ચિંતા કરવાની જરૂરત નથી. NHAIએ Fastagનો ઉપયોગ કરવા માટે મિનિમમ બેલન્સની શરતને ખતમ કરી દીધી છે. હવે ફક્ત કમર્શિયલ વાહનો માટે આ અનિવાર્યતા લાગુ કરવામાં આવી છે. NHAIના જણાવ્યા અનુસાર, આ ફાયદો કાર, જીપ અને વૈનને થશે.

NHAI પણ Fastagને ઇશ્યુ કરતી બેંકોને માહિતી આપી છે. સિક્યોરિટી ડિપોઝિટ સિવાય મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત ન કરવા બેંકોને કહેવામાં આવ્યું છે. આ નિર્ણય પૂર્વે, બેંકો દ્વારા ગ્રાહકોને Fastagમાં સિક્યુરિટી ડિપોઝિટ ઉપરાંત મિનીમમ બેલેન્સ રાખવા પણ કહેવામાં આવ્યું હતું. આ શરત મુજબ ગ્રાહકોએ 150 થી 200 રુપિયાનું બેલેન્સ રાખવું પડ્યું હતું.

મિનિમમ બેલેન્સના હોવાને કારણે લોકો ટોલ પ્લાઝા પર જ ઉતાવળમાં રિચાર્જ કરતા હતા. પરિણામે ટોલ પ્લાઝા પર ઘણો સમય પસાર કરવો પડે છે. Fastag એકાઉન્ટ અથવા વોલેટમાં નિશ્ચિત રકમ વિના ટોલ પ્લાઝામાંથી પસાર થવાની કોઈ મંજૂરી નહોતી.

નિયમોમાં બદલાવ આવ્યા પછી હવે આવું નહીં થાય કારણ કે ત્યાં પણ જો ઝીરો બેલેન્સ હોય તો પણ કારને ટોલ પ્લાઝા પરથી જવાની મંજૂરી આપવામાં આવશે. બેન્કો હવે ટોલ પ્લાઝા પરની ટોલની રકમ સિક્યોરિટી રકમમાંથી કાપી શકશે.

જણાવી દઈએ કે, દેશભરના તમામ વાહનો પર ટોલ ચૂકવવો ફરજિયાત છે. ટોલ ટેક્સ વસૂલાતને વધુ સરળ બનાવવા સરકારે Fastag ટેકનોલોજી દ્વારા નવી સિસ્ટમ લાગુ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati