કપૂર પરિવારના પૂર્વજોની પાકિસ્તાનના પેશાવરમાં આવેલી હવેલી તોડી, કોમર્શીયલ કોમ્પલેક્ષ બનાવવા ઈચ્છે છે હવેલીના માલિક

કપૂર પરિવારના પૂર્વજોની પાકિસ્તાનના પેશાવરમાં આવેલી હવેલી તોડી, કોમર્શીયલ કોમ્પલેક્ષ બનાવવા ઈચ્છે છે હવેલીના માલિક

ફિલ્મ કલાકાર રીશીકપુરના અવસાન બાદ, પાકિસ્તાનના પેશાવર સ્થિત કપુર પારિવારના પૂર્વજોની હવેલીને, તેના વર્તમાન માલિક તોડીને વ્યવસાયિક સંકુલ બનાવવા ઈચ્છે છે. રીશી કપુરની વિનંતીને ધ્યાને રાખીને પાકસ્તાન સરકારે 2018માં એવી જાહેરાત કરી હતી કે હવેલીને સંગ્રહાલયમાં ફેરવાવામાં આવશે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશીએ, રીશીકપુરને એવી ખાતરી આપી હતી કે, ફિલ્મક્ષેત્રે કપુર ખાનદાનના યોગદાનથી ભવિષ્યની પેઢી વાકેફ થઈ શકે તે માટે કપુર ખાનદાનના પૂર્વજોની હવેલીને પાકિસ્તાનની સરકાર સંગ્રહાયલમાં ફેરવશે.

Kapoor Haveli in Peshawar1
પેશાવરના કિસાખવાની બજારમાં કપુર હવેલીના નામે ઓળખાતી ઈમારત હવે જર્જરીત થઈ ગઈ છે. યોગ્ય જાળવણીનો અભાવ, વરસાદ, ભૂંકપના નાના મોટા આંચકાઓ, ભારે પવન જેવા કારણોસર દિવસેને દિવસે હવેલી જર્જરીત થતી જાય છે. ગમે ત્યારે ઈમારત પડે તેવી સ્થિતિમાં હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યાં છે. કપુર પરીવારના પૂર્વજોની હવેલીના વર્તમાન માલિક પેશાવરના શ્રીમંતોમાં ગણાતા જ્વેલર્સ હાજી મહમદ ઈસર છે. સ્થાનિક સરકાર હવેલીનું ઐતિહાસિક મૂલ્યને ધ્યાને રાખીને ખરીદવા ઈચ્છતી હતી. અને તેના મૂળ સ્વરૂપમાં જાળવણી કરવા ઈચ્છતી હતી. પરંતુ હવેલીના માલિક મહમદ ઈસર આ હવેલીને તોડી પાડી ત્યાના સ્થાનિક બજારને અનુરૂપ કોમર્શીયલ કોમપ્લેક્ષ બનાવવા ઈચ્છે છે.

Kapoor Haveli in Peshawar2

ભૂતકાળમાં આ હવેલી તોડી પાડવા માટે મહમદ ઈસરે ત્રણથી ચાર વાર પ્રયાસ કર્યા હતા. જેના માટે ખૈબર પખ્તુનવા પ્રાંતના પૂરાતત્વ વિભાગ દ્વારા ઈસર સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી હતી. કપૂર હવેલીને સંગ્રહાલયમાં ના ફેરવી શકવા અંગે એવુ કહેવાય છે કે, હવેલીના વર્તમાન માલિક મહમદ ઈસાર અને સ્થાનિક સરકાર વચ્ચે હવેલીની કિંમતને લઈને વિવાદ સર્જાયો હતો. સરકાર દ્વારા જે કિંમત આંકવામાં આવી હતી તેને મહમદ ઈસર નકારી દીધી હતી. હાજી મહમદ ઈસરનું કહેવુ છે કે મારી જરૂરીયાતો પૂરી કરવા માટે મારી પાસે પૂરતા નાણા છે. ઝવેરી બજારમાં સપ્તાહમાં 120થી 160 કિલોગ્રામ સોનાનું વેચાણ કરુ છુ. આ ઈમારતને સ્થાને નવુ બાંધકામ કરીને બજાર વિકાસાવવા ઈચ્છા છે. 1990ના દાયકામાં રીશીકપુર અને રણધીર કપૂરે તેમના પૂર્વજોની આ હવેલીની મુલાકાત લીધી હતી. પૃથ્વીરાજ કપૂરના પિતા બાશેશ્વરનાથ કપુરે આ હવેલી બનાવી હતી. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે કપૂર પરિવાર પાકિસ્તાનના પેશાવરમાંથી ભારત આવ્યા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati