Women soldiers : ભારતીય સેનામાં 83 મહિલા જવાનોની પ્રથમ બેંચ શામેલ, બેંગ્લોરમાં યોજાઈ પ્રથમ પરેડ

CMP સેન્ટર એન્ડ સ્કુલના કમાન્ડન્ટ બ્રિગેડીયર સી.દયાલને કહ્યું કે આ તમામ મહિલાઓ જવાનો (Women soldiers) નું રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય, ધાર્મિકતા અને નિસ્વાર્થ સેવા પ્રત્યે સમર્પણની ભાવનાની પ્રસંશા કરી.

Women soldiers : ભારતીય સેનામાં 83 મહિલા જવાનોની પ્રથમ બેંચ શામેલ, બેંગ્લોરમાં યોજાઈ પ્રથમ પરેડ
બેંગ્લોરમાં 83 મહિલા જવાનોની પ્રથમ પરેડ યોજાઈ
Nakulsinh Gohil

|

May 08, 2021 | 10:48 PM

Women soldiers : ભારતીય સૈન્યને મહિલા સૈનિકોની પહેલી બેચ મળી છે. કર્ણાટકની રાજધાની બેંગલોરમાં શનિવારે સૈન્ય પોલીસ સેન્ટર અને સ્કૂલ (CPM C&S) ના દ્રોણાચાર્ય પરેડ ગ્રાઉન્ડ ખાતે 83 મહિલા સૈનિકોની પ્રથમ ટુકડી (83 women soldiers first batch) ને ભારતીય સેનામાં શામેલ કરવામાં આવી છે. 2017 માં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય સેનામાં જવાન એટલે કે સિપાહી અને હવાલદારની રેંકમાં મહિલાઓને શામેલ કરવામાં આવશે, ત્યારબાદ ડિસેમ્બર 2019 માં 101 મહિલાઓની આ માટે પસંદગી કરવામાં આવી હતી.

મહિલા જવનોએ 61 અઠવાડિયાની ટ્રેનીંગ પૂર્ણ કરી શનિવારે બેંગલોરમાં ડીફેન્સ યુનિટની એક અખબારી યાદીમાં CMP સેન્ટર એન્ડ સ્કુલના કમાન્ડન્ટ બ્રિગેડિયર સી. દયાલને પરેડની સમીક્ષા કરતી વખતે નવા મહિલા સૈનિકો (Women soldiers) ને અભિનંદન આપ્યા હતા. આ મહિલા જવાનોએ મૂળભૂત સૈન્ય ટ્રેનીંગ સંબંધિત 61 અઠવાડિયાની ટ્રેનીંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પ્રોવોસ્ટ ટ્રેનીંગ દરમિયાન પોલીસિંગ ડ્યુટી અને યુદ્ધમાં બંદી બનવવામાં આવતા કેદીઓના સંચાલન, તમામ વાહનો ચલાવવા અને સિગ્નલ કમ્યુનિકેશન વિશે માહિતી અને તેની જાળવણીની માહિતી આપવામાં આવી હતી. આ પરેડની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને બધાને ગર્વની અનુભૂતિ થાય છે.

 Women soldiers in Indian Army

ભારતીય સેનાના 83 મહિલા જવાનો

મહિલા જવાનોના રાષ્ટ્રપ્રેમ, ધાર્મિકતા અને નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા CMP સેન્ટર એન્ડ સ્કુલના કમાન્ડેન્ટ બ્રિગેડીયર સી.દયાલને કહ્યું કે આ તમામ મહિલાઓ જવાનો (Women soldiers) ના રાષ્ટ્રપ્રેમ, ધાર્મિકતા અને નિસ્વાર્થ સેવા પ્રત્યે સમર્પણની ભાવનાની પ્રસંશા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમને આપવામાં આવેલી તાલીમ અને ધોરણોએ તેમને પુરુષો સાથે સમાન સ્તરે ઉભા રાખ્યા છે. તેમણે કહ્યું કે આ તાલીમ આ મહિલા જવાનોને દેશના જુદા જુદા વિસ્તારોમાં સ્થિત નવા એકમોમાં તેમની શક્તિને પ્રબળ કરવામાં મદદ કરશે. મહિલા જવાનોની આ પહેલી બેચની તાલીમ 6 જાન્યુઆરી 2020 થી શરૂ થઈ હતી.

પહેલીવાર અધિકારી સિવાયની કેટેગરીમાં મહિલાઓની નિમણૂંક આ મહિલા જવાનો (Women soldiers) ની બેચની ટ્રેનીંગ કુલ 61 અઠવાડિયા સુધી ચાલી હતી. પ્રથમ 19 અઠવાડિયા માટે મૂળ સૈન્ય ટ્રેનીંગ આપવામાં આવી હતી અને તે પછી પ્રોવોસ્ટ અને એડવાન્સ લશ્કરી-પોલીસ ટ્રેનીંગ આપવામાં આવી હતી.

અત્યાર સુધી ભારતીય સૈન્યમાં મહિલાઓની નિમણૂંક માત્ર સૈન્ય અધિકારી પદ પર જ થઇ છે અને આ પહેલીવાર છે જ્યારે મહિલાઓને અધિકારી સિવાયની કેટેગરીમાં શામેલ કરવામાં આવી છે. પહેલીવર જવાનોની રેન્કમાં મહિલાઓની ભરતી કરવામાં આવી છે.

ભારતીય સેનામાં વર્ષ 2030 સુધીમાં લગભગ 1,700 મહિલા સૈનિકોને લશ્કરી પોલીસની કોર્પ્સમાં સામેલ કરવાની યોજના છે, જેથી ધીમે ધીમે તેમને ભારતીય સૈન્યનો મહત્વપૂર્ણ ભાગ બનાવવામાં આવે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati