સરકાર એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવશે જેની દેખરેખ વાણિજ્ય મંત્રાલય કરશે, કેબીનેટ નિર્ણય પર અનુરાગ ઠાકુરનું નિવેદન

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવવામાં આવશે અને તેનું સંકલન વાણિજ્ય મંત્રાલય કરશે. વિષયોના નિષ્ણાતો શહેરી આયોજન મંત્રાલયના હશે

સરકાર એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવશે જેની દેખરેખ વાણિજ્ય મંત્રાલય કરશે, કેબીનેટ નિર્ણય પર અનુરાગ ઠાકુરનું નિવેદન
The government will set up a model network planning body to be overseen by the commerce ministry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 4:38 PM

Cabinet Meeting: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે આજે DA માં 3 ટકાનો વધારો 18 થી 21 ટકા કર્યો છે. આ સાથે, કેબિનેટે ગતિ શક્તિ યોજના પર પણ મોટો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવવામાં આવશે અને તેનું સંકલન વાણિજ્ય મંત્રાલય કરશે. વિષયોના નિષ્ણાતો શહેરી આયોજન મંત્રાલયના હશે. 

અનુરાગ ઠાકુરે કહ્યું કે આજની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તે જ સમયે, કેન્દ્રીય કેબિનેટે આર્થિક ઝોન માટે મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ ગતિ શક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને મંજૂરી આપી. 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી કેન્દ્રના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખથી વધુ પેન્શનરોને લાભ થશે. આ નિર્ણયથી સરકાર પર 9488 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નવો દર 1 જુલાઈ, 2021 થી લાગુ થશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં હાલના મૂળ પગાર / પેન્શનના 28 ટકાના વર્તમાન દરથી 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">