MSP પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની અપીલ, ખેડૂતો આંદોલન સમાપ્ત કરી ઘરે પાછા ફરે, સરકાર MSP પર કરશે વિચાર

અઠાવલેએ કહ્યું કે, સરકાર ખેડૂતોના હિતમાં ત્રણ કૃષિ કાયદા લાવી છે. સરકારે ખેડૂતો સાથે 12 રાઉન્ડની વાતચીત કરી અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કૃષિ કાયદા તેમના હિતમાં છે અને ખેડૂતો જે સુધારા ઈચ્છે છે તે કાયદામાં કરવામાં આવશે.

MSP પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની અપીલ, ખેડૂતો આંદોલન સમાપ્ત કરી ઘરે પાછા ફરે, સરકાર MSP પર કરશે વિચાર
Ramdas Athawale
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 10:03 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ત્રણેય કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચવાની જાહેરાત કરી ત્યારબાદ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન રામદાસ અઠાવલેએ (Ramdas Athawale) સોમવારે ખેડૂતોને તેમના આંદોલનને સમાપ્ત કરવા અને તેમના ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના આગામી સત્રમાં ત્રણ કાયદાને રદ્દ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

અઠાવલે રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના (RPI) પ્રમુખ છે, જે ભાજપના (BJP) સહયોગી છે. તેમણે કહ્યું કે સરકાર MSP પર કાયદો બનાવવાની માગને લઈને ખેડૂતો સાથે વાતચીત કરશે અને તે પછી તે તેના પર સકારાત્મક વિચાર કરી શકે છે.

ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં લાવવામાં આવ્યા હતા વારાણસીમાં પત્રકાર પરિષદને સંબોધતા અઠાવલેએ કહ્યું કે, સરકાર ખેડૂતોના હિતમાં ત્રણ કૃષિ કાયદા લાવી છે. સરકારે ખેડૂતો સાથે 12 રાઉન્ડની વાતચીત કરી અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કૃષિ કાયદા તેમના હિતમાં છે અને ખેડૂતો જે સુધારા ઈચ્છે છે તે કાયદામાં કરવામાં આવશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

અઠાવલેએ જણાવ્યું હતું કે સંવાદ દરમિયાન ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે જો કાયદો પાછો ખેંચવામાં આવશે તો સરકાર માટે ભવિષ્યમાં નિર્ણયો લેવાનું મુશ્કેલ બનશે અને સંસદને ભવિષ્યમાં નવા કાયદા ઘડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જ્યારે પણ નવો કાયદો બનાવવામાં આવે છે, ત્યારે કેટલાક લોકોને તે પસંદ ન હોય તો તેનો વિરોધ કરી શકે છે, પરંતુ તેઓ કૃષિ કાયદો પાછો ખેંચવાની તેમની માગ પર અડગ હતા. તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ત્રણ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

અઠાવલેએ કહ્યું, ખેડૂતોએ તેમનું આંદોલન સમાપ્ત કરવું જોઈએ અને તેમના ઘરે પાછા જવું જોઈએ કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ખેડૂતોએ સરહદી વિસ્તાર ખાલી કરવો જોઈએ.

એમએસપી પર કાયદો બનાવવાની ખેડૂતોની માગ પર સરકારના વલણ વિશે પૂછવામાં આવતા, અઠાવલેએ કહ્યું, સરકાર આ બાબત (એમએસપી પર કાયદો) અંગે ખેડૂતો સાથે વાતચીત કરશે અને તે પછી સકારાત્મક વિચાર કરી શકે છે. અઠાવલેએ કહ્યું કે તેઓ યુપીમાં ભાજપ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. તેમની પાર્ટી આરપીઆઈ ઓછામાં ઓછી 10 સીટો પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો : નવાબ મલિકને બોલવાનો અધિકાર છે, પરંતુ માહિતીની ચકાસણી જરૂરી, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેના પિતાની માગને ફગાવી

આ પણ વાંચો : Satta Sammelan: પાકની ગુણવત્તા નબળી કહી બજારમાં નીચા ભાવ બોલાય છે, TV9 સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈત MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">