લગ્નની ના પાડનાર પ્રેમી સામે પ્રેમિકાએ કર્યો કેસ, પોલીસ સ્ટેશનના મંદિરમાં બન્નેના પોલીસે કરાવ્યા લગ્ન

પ્રેમીકાને લગ્નની ના પાડવી પ્રેમીને ભારે પડ્યુ. પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાનું દીલ તુટી ગયુ. ભગ્ન હ્રદયે પ્રેમિકા પોલીસ સ્ટેશને પહોચીને પોતાને છેતરનાર પ્રેમી સામે પોલીસ કેસ કર્યો. પોલીસે બન્નેના પરીવારજનોને સમજાવીને, પોલીસ સ્ટેશન પરીસરમાં આવેલા મંદિરમા જ પ્રેમી પ્રેમિકાના લગ્ન કરાવ્યા.

લગ્નની ના પાડનાર પ્રેમી સામે પ્રેમિકાએ કર્યો કેસ, પોલીસ સ્ટેશનના મંદિરમાં બન્નેના પોલીસે કરાવ્યા લગ્ન
પોલીસ સ્ટેશનમાં આવેલ મંદિરમાં પોલીસે પ્રેમી-પ્રેમિકાના કરાવ્યા લગ્ન

પ્રેમી પ્રેમિકાનો એક અલગ જ પ્રકારનો કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે. રાજસ્થાનના કોટાના રામગંજમંડી શહેરના પોલીસ સ્ટેશનના મંદિરમાં પોલીસે જ પોલીસ સ્ટેશનના પરિસરમાં આવેલા મંદિરમાં પ્રેમી અને પ્રેમિકાના લગ્ન કરાવી આપ્યા. પોલીસે બન્ને પ્રેમીઓને એક કરવા બન્નેના પરિવારજોને સમજાવ્યા હતા. અને પરિવારજનોની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રેમી અને પ્રેમીકાએ લગ્ન કરાવ્યા. લગ્ન બાદ નવદંપતીએ, બન્નેના પરિવારના તમામ સભ્યોના આશીર્વાદ લીધા અને પોલીસ ઈન્સ્પેકટર સહીતના અન્ય પોલીસ કર્મીઓના આશીર્વાદ લઈને નવદંપતી રાજીખુશીથી બાઇક પર બેસીને ઘરે ગયુ હતું.

પ્રેમીએ -પ્રેમિકા સાથે લગ્ન કરવાની ના પાડી
22 વર્ષીય યુવતી અને તે જ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવક એક બીજાને પસંદ કરતા હતા, પરંતુ યુવકે, લગ્ન કરવાની યુવતીને ના પાડી દીધી હતી. પ્રેમીએ લગ્નની ના પાડ્યા બાદ, યુવતીએ તેની સામે રામગંજમંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા જ આ મામલે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. યુવક અને યુવતીના બંનેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા.

જ્યાં યુવકના પિતા અને યુવતીનો ભાઈ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો. બંનેના પરિવારજનો આ લગ્ન કરવા તૈયાર નહોતા. પોલીસે બન્ને પક્ષોને ખૂબ જ પ્રેમથી સમજાવ્યા. જે બાદ બંને પક્ષો પરસ્પર સહમતી સાથે બન્નેના લગ્ન કરવા સંમત થયા હતા. આ પછી પોલીસે બંને પાસેથી લેખિતમાં સોગંદનામું પણ લીધું હતું.

પોલીસ સ્ટેશનના પરિસર મંદિરમાં કરાવ્યા લગ્ન
યુવક અને યુવતીના પરિવારજનોની સંમતિ બાદ, યુવતી અને યુવકને પોલીસ સ્ટેશનના પરિસરમાં આવેલ મંદિરમાં એક બીજાને ફુલોના હાર પહેરાવીને લગ્ન કરાવ્યા હતા. કાનુની રીતે બન્નેના લગ્ન થઈ ગયા બાદ, પ્રેમી પ્રેમિકામાંથી પતિ અને પત્નિ બની ગયેલા દંપતીએ પરિવારજનો, પોલીસ અધિકારી અને પોલીસ મથકમાં હાજર સ્ટાફના આશીર્વાદ લીધા હતા

બન્ને પરિવાર વચ્ચે વેરભાવ ના રહે તે માટે સમજાવ્યા

કોટા જિલ્લાના પોલીસ વડા શરદ ચૌધરીએ આ કેસ સંદર્ભે જણાવ્યું હતું કે, યુવતીએ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુધ્ધ કેસ નોંધાવ્યો હતો. બન્ને એકબીજાને પ્રેમ કરતા હોવાની બાબતને ધ્યાનમાં રાખીને, એવુનક્કી કરવામાં આવ્યું હતું કે બન્નેના પરિવારના સભ્યોને સમજાવવા જોઈએ. જેથી મામલો ઉકેલી શકાય. નહી તો બન્ને પરીવાર વચ્ચે કાયમી વેરભાવ રહેશે. જો કે પોલીસની સમજાવટના અંતે બંને પરિવાર આ સંબંધ માટે સંમત થયા હતા. જે બાદ યુવક-યુવતીએ પોલીસ સ્ટેશન પરિસરના મંદિરમાં એકબીજાને હાર પહેરાવીને લગ્નગ્રંથીથી જોડાયા હતા.