પાંચ દિવસ સુધી હવામાં રહેનારું આ ડ્રોન આપશે પાકિસ્તાન અને ચીનને પડકાર, જાણો તેની વિશેષતા

આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહેલું ભારત ટૂંક સમયમાં પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશોને સાયબર સુરક્ષાને જડબાતોડ  જવાબ આપી શકશે. આ દિશામાં Counter Drone બનાવવાનું કામ શરૂ કરાયું છે.

  • tv9 webdesk33
  • Published On - 15:44 PM, 20 Feb 2021
The five-day drone will challenge Pakistan and China, know its specialty

આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહેલું ભારત ટૂંક સમયમાં પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશોને સાયબર સુરક્ષાને જડબાતોડ  જવાબ આપી શકશે. આ દિશામાં Counter Drone બનાવવાનું કામ શરૂ કરાયું છે.  Counter Drone  નું  નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દસ મહિનામાં દેશ એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ જશે. આ ડ્રોન કલાકમાં 440 કિમીની ઝડપે ચારથી પાંચ દિવસ સુધી હવામાં રહી શકે છે. તે 50 હજાર ફૂટની ઉચાઇથી મોનિટરિંગ કરવામાં સક્ષમ હશે.

દુશ્મન દેશના સેટેલાઇટ જામ કરી શકશે. આ શસ્ત્ર મિસાઇલ પોતે ઘુસણખોરોને બ્લાસ્ટ કરવા અને મારવા માટે સક્ષમ છે. ઇનબિલ્ટ રડાર સાથે અન્ય દેશોના ઉપગ્રહને જામ કરીને નજીકના સક્રિય ડેટાને પણ હેક કરવામાં આવશે. આની માટે ભારતે મધ્ય પૂર્વના કરાર કરેલા દેશોમાંથી ટેક્નોલોજીની આયાત શરૂ કરી છે. યુક્રેનમાં સાયબર એટેક, ડેટા હેકિંગ, એરોસ્પેસ સિક્યુરિટી અંગે સમિટ યોજવામાં આવી હતી. જેમાં 80 દેશોએ ભાગ લીધો હતો. ભારતના સાયબર નિષ્ણાંતોએ પણ તેમાં ભાગ લીધો હતો.

દેશના સૈન્ય દળ માટે સાયબર સિક્યુરિટી અને આતંકવાદ અંગે કામ કરનાર સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર દેશમાં Counter Drone બનાવવા માટે ટેક્નોલોજી આયાત કરાર કરવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે આયાતી કાઉન્ટર ડ્રોન કરતા સસ્તા છે. ભારત સ્વદેશી કાઉન્ટર ડ્રોન વિકસિત કરવાનું કામ કરી રહ્યું છે.

આ અંગે સાયબર સલાહકાર કહે છે કે આજે ચીન દર પાંચ સેકંડમાં ભારત પર લગભગ 50,000 સાયબર હુમલા કરે છે. સરહદ પર આતંકવાદ, બળવો અને ઘુસણખોરીનો સામનો કરવા માટેઅને ચીનને યોગ્ય જવાબ આપવો જરૂરી છે. જેમાં એક અંદાજ મુજબ 10 મહિનામાં દેશ આ દિશામાં આત્મનિર્ભર બનશે.

Counter Drone ની વિશેષતા

કિંમત: 25 કરોડ (મેક ઇન ઇન્ડિયા હેઠળ)
ગતિ: 440 કિમી / કલાક
મોનિટરિંગ: ઉંચાઇ 50 હજાર ફીટ
વજન: 2.5 ટન સુધી
ઓપરેશન : કોઈપણ જગ્યાએથી કંટ્રોલ( ઇનબિલ્ટ રડાર) દ્વારા સંચાલિત કરી શકાય છે.
વિશેષતા: માનવરહિત શસ્ત્ર વાહન, ઇન્ટરસેપ્ટર સેટેલાઇટને જામ કરવાની ક્ષમતા, કોઈપણ હુમલાનો ત્રણ સેકંડમાં જવાબ આપી શકશે. ડેટા પણ હેક કરી શકશે