સામે આવી વિરાટ-અનુષ્કાની દિકરીની પહેલી તસવીર, જાણો વાયરલ ફોટાની સાચી વિગત

સામે આવી વિરાટ-અનુષ્કાની દિકરીની પહેલી તસવીર, જાણો વાયરલ ફોટાની સાચી વિગત

વિરાટ કોહલીના (virat kohli ) ભાઈ વિકાસ કોહલીએ ( vikas kohli) ઈન્સ્ટાગ્રામમાં ( instagram) એક તસ્વીર શેર કરતા ખુશખબર આપ્યા હતા. જોત જોતામાં સોશિયલ મીડિયામાં આ તસ્વીર વાયરલ થઈ ગઈ. લોકો કહી રહ્યા છે કે, આ તસવીરમાં જે દિકરી છે તે અનુષ્કા-વિરાટની (anushka sharma virat kohli ) દિકરીની સૌ પ્રથમ તસવીર છે.

Bipin Prajapati

|

Jan 12, 2021 | 3:33 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ( virat kohli ) અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ ( anushka sharma ) સોમવારે દેશભરના તેમના ચાહકોને સારા સમાચાર આપ્યા હતા. અનુષ્કાએ નાની પરી જેવી દિકરીને જન્મ આપ્યો. વિરાટ કોહલીએ આ અંગેની જાણકારી પોતે જ આપી હતી. વિરાટ કોહલીએ જાણકારી આપ્યા બાદ, તેમના ચાહકો નાની પરી જેવી દિકરી કેવી દેખાતી હશે તે અંગે જાણવા માંગતા હતા. અને લોકોમાં ચર્ચા પણ થઈ રહી હતી એ સમયે જ વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ એક તસવીર શેર કરતા ખુશખબર આપ્યા હતા. જોત જોતામાં આ ફોટો વાયરલ થઈ ગયો. અને લોકો કહેતા થઈ ગયા કે અનુષ્કા અને વિરાટ કોહલીની દિકરીની આ સૌ પ્રથમ તસવીર છે.

જો કે વિકાસ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યુ હતુ કે ઘરે પરીનું આગમન. આ તસ્વીરમાં જન્મજાત બાળકને કંબલ ઓઢાડેલ છે. અને તેના નાના પગ દેખાય છે. આ તસવીરને જોઈને લોકો કહેતા થઈ ગયા કે, આ જ અનુષ્કા અને વિરાટ કોહલીની દિકરી જ છે. અને ફોટો પણ તેનો જ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ચાહકો આ તસવીરને સોશિયલ મીડિયામાં વારયલ કરતા ગયા. પરંતુ વિકાસ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દિકરીના જન્મની વધાઈ આપતા સમાચાર સાથે પ્રસારીત કરેલ તસવીર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની નવજાત દિકરીની તસવીર નથી.

View this post on Instagram

A post shared by Vikas Kohli (@vk0681)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati