કારગિલના યુદ્ધે બદલી આ ગામની કિસ્મત, ભારતે મુક્ત કરાવ્યું પાકિસ્તાન પાસેથી કાશ્મીરનું આ ગામ

દેશમાં સરહદો ઘણી વખત સારી હોય તો પછી ઘણી વખત ખરાબ હોય છે, સારી એટલે કે સરહદો એક દેશને તેની ઓળખ આપે છે અને ખરાબ એટલે કે આ સરહદો લોકોને એકબીજામાં વહેંચે છે.

  • TV9 Webdesk25
  • Published On - 23:43 PM, 24 Feb 2021
કારગિલના યુદ્ધે બદલી આ ગામની કિસ્મત, ભારતે મુક્ત કરાવ્યું પાકિસ્તાન પાસેથી કાશ્મીરનું આ ગામ
Turtuk Village Ladakh

દેશમાં સરહદો ઘણી વખત સારી હોય તો પછી ઘણી વખત ખરાબ હોય છે, સારી એટલે કે સરહદો એક દેશને તેની ઓળખ આપે છે અને ખરાબ એટલે કે આ સરહદો લોકોને એકબીજામાં વહેંચે છે. વિભાજનના દુ:ખને ભારતથી વધારે કોણ જાણી શકે. આ વિભાજનથી પોતાના દેશવાસીઓને પારકા બનાવી દીધા હતા. વિશ્વગુરુ તરીકે ઓળખાતા હિન્દુસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું. એક તરફ ભારતીય અને બીજી તરફ પાકિસ્તાન.

 

વિભાજન પછી ઘણી જગ્યાઓ એવી હતી જ્યાં બંને દેશો પોત-પોતાનો દાવો કરી રહ્યા હતા. આ દાવામાં એક જમ્મુ-કાશ્મીરના બાલ્તિસ્તાન ક્ષેત્રનું તુરતુક (Turtuk) ગામ હતું. જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું, તે સમયે આ ગામ પાકિસ્તાનમાં હતું. સરહદ પર હોવાથી અહીં બહારના લોકોને આવવા પર પ્રતિબંધ હતો.

 

કારગિલ યુદ્ધ પછી ભારતમાં સામેલ

અહીંના લોકો બહારની દુનિયાથી સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણા હતા, પરંતુ 1971ના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનનો પરાજય થયો, ત્યારે આ ગામ પાકિસ્તાનના હાથમાંથી નીકળીને ભારત સાથે જોડાયું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઝઘડાનો ભોગ ઘણા વર્ષોથી અસ્પષ્ટતાનો શિકાર હતો. જો કે એક સમય હતો, જ્યારે આ ક્ષેત્ર પ્રખ્યાત સિલ્ક રોડ સાથે જોડાયેલું હતું. જ્યાંથી ભારત, ચીન, રોમ અને પર્સિયામાં વેપાર થતો હતો.

 

અહીંના લોકો ઈન્ડો-આર્યન છે

આ ગામ બૌદ્ધ ગઢ લદ્દાખમાં આવેલું છે, પરંતુ અહીંની મોટાભાગની વસ્તી મુસ્લિમ સમુદાયની છે. એવું કહેવાય છે કે તેઓ ઈન્ડો-આર્યનોના વંશજ છે. મૂળરૂપે અહીંના લોકો બાલ્તી ભાષા બોલે છે. આ વિસ્તાર કારાકોરમ પર્વતોથી ઘેરાયેલ છે. અહીં, દૂર-દૂર સુધી જ્યાં દેખો ત્યાં પર્વતો જ પર્વતો દેખાય છે.

 

આ ગામ પ્રવાસીઓની પહેલી પસંદ છે

70 વર્ષ પહેલાં ભારત આઝાદ થયું હતું, પરંતુ કારગિલ યુદ્ધ પછી તુરતુક ભારતનો ભાગ બનવામાં સક્ષમ થયું. ભારતમાં જોડાયા પછી અહીં કેટલાક રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો બનાવવામાં આવી છે, પરંતુ આ ગામ હજી સંપૂર્ણ વિકસિત નથી. એક સમય એવો હતો, જ્યારે તુરતુક (Turtuk)ના લોકો ક્યાંય જતા ન હતા, ન તો કોઈ અહીં આવતું હતું. પરંતુ હવે તુરતુક (Turtuk) પ્રવાસીઓની પહેલી પસંદ બની ગઈ છે.