હાઈકોર્ટે કેજરીવાલ સરકારના આદેશ પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- કોરોના સામે આમ યુદ્ધ જીતી નહીં શકાય

હાઈકોર્ટે દિલ્હી સરકારના આદેશ પર સવાલ પણ ઉઠાવ્યા છે કે જેમાં હોસ્પિટલોને બધા ઇમરજન્સી દર્દીઓ 10-15 મિનિટની અંદર જોવા અને તેમને ઓક્સિજન અને દવાઓ આપવાનું કહેવામાં આવ્યું હતું.

  • tv9 webdesk37
  • Published On - 15:36 PM, 27 Apr 2021
હાઈકોર્ટે કેજરીવાલ સરકારના આદેશ પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- કોરોના સામે આમ યુદ્ધ જીતી નહીં શકાય
FILE PHOTO

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દિલ્હી સરકારની નિંદા કરતાં કહ્યું કે તે કોવિડ -19 રોગચાળા સમયે હોસ્પિટલોને અયોગ્ય આદેશો આપીને કોરોના સામેનું યુદ્ધ લડી શકાય નહીં. હાઈકોર્ટે દિલ્હી સરકારના આદેશ પર સવાલ પણ ઉઠાવ્યા છે કે હોસ્પિટલોને બધા ઇમરજન્સી દર્દીઓ 10-15 મિનિટની અંદર જોવા અને તેમને ઓક્સિજન અને દવાઓ આપવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે સરકારી અધિકારીઓને જમીનની વાસ્તવિકતા ખબર નથી.

ન્યાયાધીશ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું હતું કે તેમના અંત:કરણને સંતોષવા કાગળની કવાયત સિવાય વધુ કસું જ નથી . કોર્ટે વધુમાં કહ્યું કે દિલ્હી સરકારને લાગે છે કે તેણે આવું કરીને પોતાની ફરજ નિભાવી દીધી છે.

મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં હાજર રહેલા એડવોકેટ આલોક અગ્રવાલે દિલ્હી સરકારના આદેશ અંગે હાઈકોર્ટને માહિતી આપી હતી કે હોસ્પિટલોને તમામ ઈમરજન્સીના દર્દીઓને 10-15 મિનિટની અંદર જોવા. તેમજ તાત્કાલિક તેમને ઓક્સિજન અને દવાઓ આપવાનું કહેવામાં આવ્યું હતું.

એડવોકેટ અગ્રવાલે બેંચને જણાવ્યું હતું કે, દિલ્હી સરકારના આ આદેશને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઇમરજન્સી વિભાગમાં પહેલાથી જ ઘણા દર્દીઓ દાખલ છે, જેને ઓક્સિજનની જરૂર છે.

વકીલે કહ્યું, “હું એક વ્યક્તિને એ માટે ના મારી શકું કે મારે એક બીજા દર્દીની ભરતી કરવાની છે.”

આ ઉપર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર આદેશ પસાર કરી રહી છે, પરંતુ જમીનની વાસ્તવિકતા ખબર નથી, કોર્ટે પણ પૂછ્યું છે કે તે આ પ્રકારની સૂચના કેમ આપી રહ્યા છે. કોર્ટે વધુમાં કહ્યું કે, દિલ્હી સરકાર માત્ર તેમની સમસ્યાઓમાં વધારો કરી રહી છે.

 

આ પણ વાંચો: મિશન મોડમાં અમેરિકા: બ્લિંકનની બેઠક બાદ, ટોચના 135 CEO ભારતને તાત્કાલિક મદદ કરવા આવ્યા આગળ

આ પણ વાંચો: કોરોનાથી બચવા માટે પોલીસ ચોકીમાં નાસ લેવાની દેશી વ્યવસ્થા, જુઓ આ અનોખા જુગાડનો વિડીયો