દિલ્હી હાઇકોર્ટની કેન્દ્રને ફટકાર: ‘હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે સ્ટીલ પ્લાન્ટ ચલાવવા તમારી પ્રાથમિકતા?’

ઓક્સિજનના મુદ્દે સુનાવણી કરતી વખતે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઔદ્યોગિક હેતુ માટે ઓક્સિજનનો સપ્લાય તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટની કેન્દ્રને ફટકાર: 'હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે સ્ટીલ પ્લાન્ટ ચલાવવા તમારી પ્રાથમિકતા?'
File Image (PTI Photo/Arun Sharma)
Follow Us:
| Updated on: Apr 22, 2021 | 10:19 AM

કોરોના સંકટ વચ્ચે, દિલ્હીની મૈક્સ હોસ્પિટલે આરોપ લગાવ્યો કે તેમના ત્યાં આવતા ઓક્સિજન ટેન્કરને એઈમ્સ મોકલવામાં આવ્યા છે. જેના કારણે તેના દર્દીઓનું જીવન જોખમમાં મુકાયું છે. ઓક્સિજનના અભાવના મુદ્દે, મૈક્સ હોસ્પિટલે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી. ઓક્સિજનના મુદ્દે સુનાવણી કરતી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને ઔદ્યોગિક હેતુ માટે ઓક્સિજનનો સપ્લાય તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને ઠપકો આપ્યો

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપતા કહ્યું કે તમને માંગ અને સપ્લાયનો કેમ ખ્યાલ નથી? શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલોમાં ઓક્સિજન મોકલવા માટે કેન્દ્રે રોડ પર કોરિડોર બનાવવો જોઈએ અને જો શક્ય હોય તો ઓક્સિજનને એરલીફ્ટ કરાવવામાં આવે. હાઈકોર્ટે કહ્યું કે આપણે આનાથી વધુ શું આદેશ આપીએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જીવ બચાવવા માટે શું કરી રહ્યા છો?

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ઉદ્યોગમાં વપરાતા ઓક્સિજનને તાત્કાલિક બંધ કરાવવા જોઇએ. કોર્ટે કહ્યું કે લોકોને આ રીતે મારતા છોડી દેવાય નહીં. આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે, લોકોનું જીવન એ તેમનો મૂળભૂત અધિકાર છે, તમે તેમના જીવ બચાવવા માટે શું કરી રહ્યા છો?

કોર્ટે કહ્યું કે ઓક્સિજન તે જ ઉદ્યોગોને આપવું જોઈએ જે તબીબી સંબંધિત ઉદ્યોગો સમાન છે. બાકીના] સ્ટીલ અને પેટ્રોલિયમ જેવા ઉદ્યોગોમાં તાત્કાલિક અટકાવવું જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે અમને આશ્ચર્ય છે કે ગઈકાલે અમારા આદેશ બાદ પણ હોસ્પિટલોને ઓક્સિજન આપવામાં આવતા નથી.

વિલંભ વગર ઓક્સિજન પહુંચે : હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે મૈક્સ હોસ્પિટલ દ્વારા ઉલ્લેખિત 5 શાખાઓમાં, વિલંબ કર્યા વિના તરત જ ઓક્સિજનનું પરિવહન કરવું જોઈએ. કોર્ટે કેન્દ્રને તાત્કાલિક દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરીને જરૂરિયાત પૂરી કરવા અને હાલમાં જેઓ હોસ્પિટલોમાં દાખલ છે તેમના જીવન બચાવવા જણાવ્યું હતું. તેમનો જીવવાનો અધિકાર એ તેમનો મૂળભૂત અધિકાર છે.

બીજી તરફ, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અમે ઉદ્યોગોને ઓક્સિજન આપવાનું બંધ કરવા પત્ર મોકલ્યો છે. પરંતુ કોર્ટે કહ્યું કે અમને તમે પત્રમાં શું લખ્યું એનાથી કોઈ મતલબ નથી, તમે શું કર્યું? આજદિન સુધી ઓક્સિજન ઉદ્યોગોમાં જતા કેમ બંધ નથી થયા?

સરકારને જમીનની સત્યતાની જાણકારી નથી: હાઇકોર્ટ

આપને જણાવી દઈએ કે મૈક્સ હોસ્પિટલ સાકેત, પડપરગંજ, શાલીમાર બાગ, વૈશાલી અને ગુડગાંવની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરાવવાની હતી. જેના પર હાઇકોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે અમને આશ્ચર્ય થાય છે કે સરકાર જમીનની સત્યથી વાકેફ નથી. દેશમાં હજારો લોકો મરી રહ્યા છે, આવી સ્થિતિમાં, સ્ટીલ પ્લાન્ટ ચલાવવા તમારી પ્રાથમિકતા છે?

આપને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા હાજર થયા હતા. આ ઉપરાંત ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ સુમિતા ડબરા પણ સુનાવણી માટે કોર્ટમાં હાજર થયા હતા.

હાઈકોર્ટની સુનાવણી દરમિયાન કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે ઓક્સિજનનો પુરવઠો રસ્તામાં છે, ટૂંક સમયમાં હોસ્પિટલમાં પહોંચશે. તેમણે કહ્યું કે મૈક્સની એક બીજી હોસ્પિટલમાં ઓક્સિજનનું સપ્લાય કરવામાં આવ્યું છે.

કેન્દ્ર , દિલ્હી સરકારને 480 મેટ્રિક ટન ઓક્સિજન આપશે

નિર્ણય લેવામાં આવ્યો કે કેન્દ્ર દિલ્હી સરકારને 480 મેટ્રિક ટન ઓક્સિજન આપશે. હોસ્પિટલોમાં ઓક્સિજન વિતરણ કરવાની જવાબદારી દિલ્હી સરકારની રહેશે. હાઈકોર્ટે કહ્યું કે જે લોકોને હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂર હોય તેમને ઓક્સિજન આપવું જોઈએ. આજે એટલે કે ગુરુવારે ફરી હાઈકોર્ટ સુનાવણી કરશે.

આ પણ વાંચો: વેક્સિન પર ઉઠેલા સવાલોના જવાબ, જાણો વેક્સિન લીધા પછી કેટલા લોકોને થયો કોરોના

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">