નવા વર્ષમાં દેશને મળી Covid-19 વેકસિન, કોવિશિલ્ડને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી

  • tv9 webdesk33
  • Published On - 18:07 PM, 1 Jan 2021
The country's first Covid-19 vaccine has been approved for emergency use

દેશની પ્રથમ Covid-19 વેકસિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી  ચૂકી છે. જેમા  સીરમ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની  કોવીશિલ્ડ વેકસિનને ઇમરજન્સી  ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે. કોરોના વેકસીનને લઇને આજે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે બેઠક હતી. જેમાં સીરમ ઈન્સ્ટિટયુટની કોવિશિલ્ડ પર ચર્ચા કરવામા આવી હતી. જેમાં બેઠકના અંતે કોવિશિલ્ડ વેકસિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે.

આ પૂર્વે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશિલ્ડ અને ફાઇજરની એસ્ટ્રાજેનેકા પર વિચારણા ચાલી રહી છે. જેમાં બુધવારે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશિલ્ડ પેનલ સામે પ્રેસન્ટેશન આપ્યું હતું. જ્યારે ફાઇજરની એસ્ટ્રાજેનેકાએ પોતાના ડેટા રજૂ કરવા માટે સમય માંગ્યો હતો.

 

જ્યારે સમગ્ર દેશમાં આવતીકાલથી કોરોના વેકસિનનો ડ્રાય રન શરૂ થવાનો છે. તેની પહેલા આ સારા સમચાર આવ્યા છે. તેની તૈયારીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની આગેવાનીમાં બેઠક ચાલી રહી છે. આ પૂર્વે પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્રપ્રદેશમા ડ્રાઈ રન કરવામા આવ્યો હતો. જેમાં પરિણામ સારા રહ્યા હતા.

આ ઉપરાંત પ્રાથમિકતાના આધારે દેશમા 30 કરોડ લોકોને કોરોના વેકસિન આપવામા આવશે, જેની રજીસ્ટ્રેશનની તૈયારીઓ હાલ ચાલી રહી છે.