દેશને ટૂંક સમયમાં મળશે અંડરવોટર મેટ્રોની ભેટ, આ રાજ્યમાં આવતા વર્ષે થશે તૈયાર!

આ મેટ્રો લાઈન (metro line) હુગલી નદીના નીચેના ભાગ સાથે કોલકાતા થઈને હાવડાથી સોલ્ટ લેકને જોડશે. તે હાલમાં સેક્ટર V અને સિયાલદાહ સ્ટેશનો વચ્ચે કાર્યરત છે.

દેશને ટૂંક સમયમાં મળશે અંડરવોટર મેટ્રોની ભેટ, આ રાજ્યમાં આવતા વર્ષે થશે તૈયાર!
Country's first underwater metro (Symbolic Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Aug 09, 2022 | 11:08 PM

કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન (KMRC)એ સોમવારે કહ્યું કે પૂર્વ-પશ્ચિમ કોરિડોર પ્રોજેક્ટ ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો સેવા હશે. તેમણે કહ્યું કે તે જૂન 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ મેટ્રો લાઈન હુગલી નદીના નીચેના ભાગ સાથે કોલકાતા થઈને હાવડાથી સોલ્ટ લેકને જોડશે. તે હાલમાં સેક્ટર V અને સિયાલદાહ સ્ટેશનો વચ્ચે કાર્યરત છે. કેએમઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિયાલદહથી હાવડા મેદાન સુધી બેલેન્સ સેક્શન શરૂ કરવાનું લક્ષ્ય જૂન 2023 છે.

આ પ્રોજેક્ટની કુલ 16.55 કિમી લંબાઈમાંથી 9.30 કિમી સેક્ટર V અને સિયાલદહ વચ્ચે કાર્યરત છે. બાકીની 7.25 કિ.મી.ની લંબાઈ એક વર્ષથી પણ ઓછા સમયમાં કાર્યરત થવાની શક્યતા છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાથી લાખો મુસાફરોને મોટી રાહત થશે કારણ કે તે વ્યસ્ત હાવડા અને સિયાલદાહ રેલ્વે સ્ટેશન તેમજ કોલકાતા મેટ્રોની ઉત્તર-દક્ષિણ લાઈનને એસ્પ્લાનેડમાં જોડશે.

કામ ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાનો હતો

કુલ 16.55 કિમીની લંબાઇમાંથી, ભૂગર્ભ વિભાગ 10.8 કિમી લાંબો છે, જ્યારે 5.8 કિમી એલિવેટેડ છે. આ પ્રોજેક્ટ અગાઉ ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ મધ્ય કોલકાતામાં બોબઝાર ખાતે અકસ્માતોને કારણે ટનલના કામ દરમિયાન વિલંબનો સામનો કરવો પડ્યો હતો. મે મહિનામાં, આવી જ ઘટનાના લગભગ ત્રણ વર્ષ પછી, કેટલાક મકાનોમાં ભૂગર્ભ કામ દરમિયાન તિરાડો પડી ગઈ હતી. આનાથી પણ પ્રોજેક્ટમાં વિલંબ થયો. આ ઉપરાંત, 31 ઓગસ્ટ 2019ના રોજ, એક ટનલ ખોદવાનું મશીન એક્વાફાયર સાથે અથડાયું, જેણે જમીનને ઘેરી લીધી અને આ વિસ્તારમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ.

આ પ્રોજેક્ટની વિશેષતાઓ શું છે

આ પ્રોજેક્ટની વિશેષતા વિશે વાત કરીએ તો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ટ્વીન ટનલ હશે. તે લગભગ અડધો કિલોમીટર પાણીમાં પસાર થશે, જે મુસાફરોને સંપૂર્ણ નવો અનુભવ આપશે. પાણીને ટનલમાં પ્રવેશતા અટકાવવા માટે હાઈડ્રોફિલિક ગાસ્કેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભૂકંપની સ્થિતિમાં એક્ઝિટ ગેટ પણ હશે. આ સાથે ટનલોમાં વોક-વે બનાવવામાં આવશે, જેથી ઈમરજન્સી સ્થિતિમાં લોકોને ત્યાંથી બહાર કાઢી શકાય. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ તેમાં વધુ ચાર સ્ટેશન ઉમેરવામાં આવશે, જેમાં એસ્પ્લેનેડ, મહાકરણ, હાવડા અને હાવડા મેદાનનો સમાવેશ થાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati