રોડના સમારકામ માટે કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા 7500 કરોડ, પણ વપરાયા માત્ર 4850 કરોડ

રોડના સમારકામ માટે કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા 7500 કરોડ, પણ વપરાયા માત્ર 4850 કરોડ
માર્ગના સમારકામ માટે આપેલા નાણાં રાજ્યોએ વાપર્યા જ નહી

કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રોડના ( Road ) સમારકામ માટે 7500 કરોડ રૂપિયા આપ્યા હતા. પંતુ તેમાથી માત્ર 4850 કરોડ જ રાજ્યોએ રોડના ચમારકામ માટે વાપર્યા છે.

Bipin Prajapati

|

Feb 12, 2021 | 4:48 PM

દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રોડના ( Road) સમારકાર માટે કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં સાડાસાત હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ આ પૂરેપૂરા નાણાં રોડના સમારકામ માટે વપરાયા જ નથી. જેના કારણે રાજ્યોના માર્ગોની હાલત એવીને આવી જ રહેવા પામી હોવાનો ચોકાવનારો ખુલાસો માર્ગ અને પરિવહન મંત્રાલયના રિપોર્ટના આઘારે થવા પામ્યો છે.

માર્ગ અને પરિવહન મંત્રાલયના રિપોર્ટ મુજબ, વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે, સાડા સાત હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં 2017-2018માં 2200 કરોડ રૂપિયા રાજ્યોને ફાળવ્યા હતા. જેમાથી બધા રાજ્યોએ માત્ર 1600 કરોડ રૂપિયાનો જ વપરાશ રોડના સમારકામ માટે કર્યો છે.

એ જ રીતે 2018-19ના વર્ષમાં 1822 કરોડની ફાળવણી સામે રાજ્યોએ માત્ર 1250 કરોડનો જ વપરાશ કર્યો છે. 2019-20માં રાજ્યોને ધોરીમાર્ગોના સમારકામ માટે 1200 કરોડ ફાળવાયા હતા.પરંતુ ખર્ચ થયો માત્ર 800 કરોડનો જ.

2020-21ના વર્ષમાં કેન્દ્ર સરકારે રાજ્યોના ધોરીમાર્ગોની હાલત સુધારવા માટે 2500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર 1200 કરોડનો જ ખર્ચ રોડના સમારકામ માટે કરવામાં આવ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati