એક અધૂરી પ્રેમ કહાની થઇ પૂરી: 82 વર્ષના ચોકીદારને 50 વર્ષ બાદ મળવા જઈ રહ્યો છે તેનો પહેલો પ્રેમ

બોલીવુડમાં તો આપણે ઘણી ફિલ્મો જોઈ છે. પરંતુ જૈસલમેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 82 વર્ષના ચોકીદારને (82 year old gatekeeper) તેનો પ્રથમ પ્રેમ ફરી મળવા જઈ રહ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 9:05 AM, 3 Apr 2021
એક અધૂરી પ્રેમ કહાની થઇ પૂરી: 82 વર્ષના ચોકીદારને 50 વર્ષ બાદ મળવા જઈ રહ્યો છે તેનો પહેલો પ્રેમ
(Image- humans of bombay)

કહેવાય છે કે પ્રથમ નજરનો પ્રેમ ક્યારેય ભૂલી શકાતો નથી. અને વર્ષો બાદ પ્રથમ પ્રેમનું પાછું આવવું, આ બધું અત્યાર સુધી બોલીવૂડની ફિલ્મોમાં જ જોયું હતું. પરંતુ આવી એક ઘટના હકીકતમાં બની છે. જી હા આ વાત છે જેસલમેરના વિરાન ગામ કુલધરાની. જ્યાં બિલકુલ બોલીવુડની સ્ટોરી જેવી ઘટના ઘટી છે.

વાત જાણે એમ છે કે 82 વર્ષના ચોકીદારને (82 year old gatekeeper) તેનો 50 વર્ષ જુનો પ્રેમ મળી ગયો છે. 70 ના દાયકામાં જૈસલમેર ફરવા આવેલી યુવતી મરીના આ ચોકીદારને આઈ લવ યૂ કીને પોતાના દેશમાં પાછી ચાલી ગઈ હતી. હવે આટલા વર્ષો બાદ તેણે પત્ર લખીને આ ચોદીકારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રસપ્રદ વાત એ છે કે મરિનાએ હજી સુધી લગ્ન કર્યા નથી. ચોકીદારે હ્યુમન્સ ઓફ બોમ્બે ફેસબુક પેજ પર આખી વાર્તા કહી છે. એવું કહે છે કે જ્યારે તે મરીનાને પ્રથમ વખત મળ્યો ત્યારે તે 30 વર્ષનો હતો. તે રણની સફારી માટે આવી હતી. પાંચ દિવસની આ યાત્રામાં આ ચોકીદારે મરીનાને ઊંટની સવારી સવારી શીખવી. અને ત્યારે જ એક-બીજાને દિલ આપી બેઠા.

ચોકીદારના કહેવા પ્રમાણે, પાછા ફરતા પહેલા મરિનાએ મને ત્રણ મેજિકલ શબ્દો કહ્યા હતા – આઈ લવ યુ. ચોકીદારનું કહેવું છે કે “મને આ સાંભળીને શરમ આવી, પણ હું મારી લાગણીઓને વ્યક્ત કરી શક્યો નહીં. પરંતુ મરીના કદાચ બધુ સમજી ગઈ હતી.” તે મરિનાને મળવા માટે 30 હજાર રૂપિયા ઉધાર લઈને મેલબોર્ન પણ ગયો હતો. પરંતુ મરીના ઈચ્છતી હતી કે લગ્ન પછી આ ચોકીદાર ત્યાં જ સ્થાયી થાય, જે તેને સ્વીકાર્ય ન હતું. સંબંધ આ વાત પર સમાપ્ત થયો. તે ભારત પરત આવ્યો અને પોતાનું ઘર વસાવ્યું.

આ ઘટનાને વર્ષોના વર્ષો વીતી ગયા. ત્યાર બાદ હવે આટલા વર્ષે ચોકીદારને લગભગ એક મહિના પહેલા મરિનાનો પત્ર મળ્યો. પત્ર મળતા તેની ખુશીનું કોઈ સ્થાન ન હતું. તેણે કહ્યું, “પત્ર વાંચતાં તે રોમાંચિત થઈ ગયો. રામજી કસમ, મને લાગ્યું કે હું ફરીથી 21 વર્ષનો થઈ ગયો છું.” તેમને બે પરિણીત પુત્રો છે. તે જ સમયે, પત્નીનું અવસાન થઇ ચૂક્યું છે.