તહેવારોની સીઝનમાં ડ્રોન દ્વારા દેશમાં હથિયારો પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે આતંકવાદીઓ, બીએસએફે લોકોને જાગૃત કર્યા

બીએસએફ ગ્રામજનોને સમજાવી રહ્યું છે કે ડ્રોન કેવું દેખાય છે. જો રાત્રે ડ્રોન દેખાય છે, તો ડ્રોનનો પ્રકાશ કેવો હોય છે ? બીએસએફે આ તમામ બાબતો વિશે સરહદના ગ્રામજનોને જાગૃત કર્યા.

તહેવારોની સીઝનમાં ડ્રોન દ્વારા દેશમાં હથિયારો પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે આતંકવાદીઓ, બીએસએફે લોકોને જાગૃત કર્યા
તહેવારોની સીઝનમાં આતંકવાદીઓ ડ્રોન દ્વારા દેશમાં હથિયારો પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:13 PM

આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર સુરક્ષા દળો પાકિસ્તાનના ડ્રોન કાવતરાનો સામનો કરવા હંમેશા તૈયાર રહે છે. પાકિસ્તાન સતત પ્રયાસો કરી રહ્યું છે કે હથિયારો અને માદક પદાર્થોને ડ્રોન દ્વારા છોડી શકાય. આગામી સમયમાં બરફવર્ષા થવાની છે અને તહેવારોની સીઝન પણ શરૂ થશે. આ સ્થિતિમાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ષડયંત્ર રચી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સરહદ અથવા લાઈન ઓફ કંટ્રોલના વિસ્તારમાંથી ડ્રોન દ્વારા હથિયારો પહોંચાડી શકાય અને સાથે જ આતંકવાદીઓની ઘુસણખોરી પણ કરી શકાય.

આ સ્થિતિમાં BSF એ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના ગંજસુ વિસ્તારમાં ગ્રામજનોને ડ્રોનથી વાકેફ કર્યા. લોકોને કહ્યું કે કેવી રીતે તેમને પાકિસ્તાની ડ્રોન વિશે બીએસએફને જાણ કરવાની રહેશે. પાકિસ્તાન સતત ડ્રોનનું એક નાપાક ષડયંત્ર ભારત વિરુદ્ધ રચી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓને સતત ઇનપુટ્સ મળી રહ્યા છે કે પાકિસ્તાન ડ્રોન દ્વારા તહેવારો પર મોટો હુમલો કરી શકે છે. સાથે જ હથિયારોનો માલ પણ સરહદ પાર મોકલી શકે છે. આ સ્થિતિમાં બીએસએફ લોકોને સમજાવી રહ્યું છે કે જો તમે ડ્રોન જોવો તો તમારે તરત જ બીએસએફને જાણ કરવાની રહેશે.

BSF લોકોને ડ્રોન વિશે દરેક માહિતી આપી રહ્યું છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બીએસએફ ગ્રામજનોને સમજાવી રહ્યું છે કે ડ્રોન કેવું દેખાય છે. જો રાત્રે ડ્રોન દેખાય છે, તો ડ્રોનનો પ્રકાશ કેવો હોય છે ? બીએસએફે આ તમામ બાબતો વિશે સરહદના ગ્રામજનોને જાગૃત કર્યા. સાથે જ ગ્રામજનોનું કહેવું છે કે બીએસએફ દ્વારા આ પહેલ કરવામાં આવી રહી છે, તે એક પ્રશંસનીય પગલું છે અને અમે ઘણું સમજી ગયા છીએ. જો અમે ભવિષ્યમાં ડ્રોન જોશું, તો અમે ચોક્કસપણે પોલીસને જાણ કરીશું.

બીજી બાજુ, પોતાના ખરાબ ઈરાદાઓમાં સતત નાકામિયાબ થઈ રહેલા આતંકવાદીઓ હવે નવી રીતથી જમ્મુ -કાશ્મીરમાં (Jammu Kashmir) ફરીથી અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાંબા સમય સુધી શાંતીથી ચાલી રહેલી ઘાટીમાં આતંકવાદીઓ હવે કાશ્મીરી યુવાનોને (Kashmiri Youth) ફસાવવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કાશ્મીરમાં મળેલા નવા કન્સાઇનમેન્ટમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) ને મોટી સંખ્યામાં હેન્ડ ગ્રેનેડ આપવામાં આવ્યા છે. આ ઓજીડબલ્યું પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે યુવાનોને પથ્થરોને બદલે હેન્ડ ગ્રેનેડ ફેંકવા માટે ઉશ્કેરે છે. આ સાથે, બે હેતુઓ પૂર્ણ થઈ રહ્યા છે.

પ્રથમ, તેનાથી સુરક્ષાદળોને વધુ નુકસાન થશે અને બીજો ગ્રેનેડ ફેંક્યા બાદ આ યુવાનો પાસે આતંકવાદી સંગઠન પાસે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. આતંકવાદી સંગઠનો હવે મોટી સંખ્યામાં યુવાનોને જોડવા માટે આ યોજનાનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : શું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અંતર્ગત ગુજરાતને પણ ફાયદો થશે ? જાણો દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ વિશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">