પુલવામાં આતંકી હુમલોઃ એનઆઈએ એ 13,500 પાનાની રજૂ કરી ચાર્જશીટ, મસુદ અઝહર સહીત 19ના ચાર્જશીટમાં નામ

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મિરના પુલવામા અર્ધલશ્કરીદળ ઉપર કરાયેલા હુમલાની (Pulwama Attack) તપાસ કરી રહેલ રાષ્ટ્રિય તપાસ એજન્સીએ (NIA) 13500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં જૈશે એ મોહમંદના વડા મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદ સહીત કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત […]

પુલવામાં આતંકી હુમલોઃ એનઆઈએ એ 13,500 પાનાની રજૂ કરી ચાર્જશીટ, મસુદ અઝહર સહીત 19ના ચાર્જશીટમાં નામ
Follow Us:
| Updated on: Aug 25, 2020 | 12:43 PM

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મિરના પુલવામા અર્ધલશ્કરીદળ ઉપર કરાયેલા હુમલાની (Pulwama Attack) તપાસ કરી રહેલ રાષ્ટ્રિય તપાસ એજન્સીએ (NIA) 13500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં જૈશે એ મોહમંદના વડા મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદ સહીત કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેલ્સ પણ સામેલ છે. પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ બોર્ડર દ્વારા આરડીએક્સ લાવવાના ષડયંત્રની વિગતો ચાર્જશીટમાં છે. આ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. Terrorist attack in Pulwama: NIA issues 13,500-page chargesheet

NIAએ સીઆરપીએફના કાફલા પર કરાયેલા આતંકી હુમલાના આરોપી બિલાલ અહમદ કુચેની ધરપકડ કરી છે. બિલાલ અહમદની ધરપકડ કાશ્મીરના પુલવામામાંથી કરાઇ છે. ધરપકડ બાદ NIAએ બિલાલ અહમદને જમ્મુની ખાસ NIA કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે 10 દિવસના NIA રિમાન્ડ આપ્યા હતા. પુલવામા હુમલામાં NIA અત્યાર સુધીમાં 7 આતંકીઓની ધરપકડ કરી છે. સીઆરપીએફના કાફલા ઉપર કરાયેલા હુમલા પહેલા આતંકી અદીલ અહમદ ડાર અને બાકી આતંકીઓને બિલાલ અહમદે પોતાના ઘરે સંતાડ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">