જમ્મુ કાશ્મીરના સોપોરમાં બીડીસી મિટિંગ દરમ્યાન આતંકી હુમલો, બે લોકોનાં મોત

જમ્મુ કાશ્મીરના  Sopore માં આતંકવાદી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં મળેલી બેઠક દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક એસપીઓ શહીદ થયા હતો અને એક કાઉન્સિલર માર્યા ગયા છે. તેમજ કાઉન્સિલર ઘાયલ થયા છે.

જમ્મુ કાશ્મીરના સોપોરમાં બીડીસી મિટિંગ દરમ્યાન આતંકી હુમલો, બે લોકોનાં મોત
જમ્મુ કાશ્મીરના સોપોરમાં બીડીસી મિટિંગ દરમ્યાન આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરના  Sopore માં આતંકવાદી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં મળેલી બેઠક દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક એસપીઓ શહીદ થયા હતો અને એક કાઉન્સિલર માર્યા ગયા છે. તેમજ એક કાઉન્સિલર ઘાયલ થયા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર Sopore ના ડાક બંગલામાં બીડીસીની બેઠક ચાલી રહી હતી. ત્યારે અચાનક ત્યાં એક આતંકી હુમલો થયો. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીય સૈન્ય, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સોપારમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે .

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે ‘આતંકીઓએ મ્યુનિસિપલ ઓફિસ પર હુમલો કર્યો છે. આ હુમલામાં પોલીસ જવાન શફાકત અહમદ અને કાઉન્સિલર રિયાઝ અહમદ શહીદ થયા હતા. આ સિવાય કાઉન્સિલર શમસુદ્દીન પીરને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે ‘સોપોરમાં મ્યુનિસિપલ ઓફિસ પર આતંકવાદી હુમલો આવ્યો હતો.  મૃતકો પ્રત્યેની મારી સહાનુભૂતિ અને ઇજાગ્રસ્તો માટેની પ્રાર્થના. આ હુમલાની હું નિંદા કરું છું.

Sopore માં સુરક્ષા દળો ગડગડાટ પર નજર રાખી રહ્યા છે. તમામ બ્લોક્સ બંધ કરી દેવામાં આવ્યા છે. દરેક વાહનની તલાશી લેવામાં આવી રહી છે. આતંકવાદીઓથી બચવું શક્ય નથી.

 કુપવાડાના સરહદી વિસ્તારમાંથી સૈન્ય અને પોલીસે હથિયારોનો જથ્થો જપ્ત કર્યા

આ પૂર્વે આજે કાશ્મિરમાં ( kashmir ) લોહીથી હોળી રમવાના આતંકવાદીઓના ઈરાદા ઉપર ભારતીય સૈના અને પોલીસે પાણી ફેરવી નાખ્યુ છે. ઉતર કાશ્મિરના કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી સૈન્ય અને પોલીસે હથિયારોનો જથ્થો જપ્ત કર્યા છે. કુપવાડામાં અંશાતી ફેલાવવા આતંકવાદીઓના મનસુબા ઉપર પોલીસે હથિયાર પકડીને પાણી ફેરવી નાખ્યુ છે. પોલીસે જપ્ત કરેલ હથિયારોમાં, પાંચ એકે 47 રાઈફલ, ( AK 47 Rifle)સાત પિસ્તોલ, મોટી માત્રામાં કારતુસનો સમાવેશ થાય છે. હથિયારો પકડાયા અંગે કેટલાક શંકાસ્પદ લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ

કુપવાડાના એસએસપી ડો. જી વી સુદિપ ચક્રવર્તીએ ( g v sudip chakravarti) જણાવ્યુ કે, પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ધાની, તાડ ક્ષેત્રમાં સૈન્ય જવાનોની સાથે મળીને હથિયારો શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેના આધારે એક સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યા છે. શોધી કઢાયેલા હથિયારોમાં 6 મેગેજીન, 5 એકે 47 ( AK 47 Rifle) રાઈફલ, 7 પિસ્તોલ, 9 મેગેજીન સાથે મોટી માત્રામાં દારુગોળો મળી આવ્યો છે

Click on your DTH Provider to Add TV9 Gujarati