Republic Day: પ્રજાસત્તાક દિવસ પર આંતકી હુમલાનો ખતરો, દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર, હોટ એર બલૂન-ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

Republic Day 2023: આ પ્રતિબંધ 15 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. દિલ્હી પોલીસ સતત પ્રજાસત્તાક દિવસને લઈ કડક બંદોબસ્ત રાખી રહી છે. ચાર રસ્તા પર ચેકિંગ અભિયાન પણ સતત ચાલી રહ્યું છે.

Republic Day: પ્રજાસત્તાક દિવસ પર આંતકી હુમલાનો ખતરો, દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર, હોટ એર બલૂન-ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 10:01 PM

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈ સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સર્તકતા વધારી દીધી છે. પોલીસ કમિશ્નરે 26 જાન્યુઆરી પહેલા આતંકવાદી ગતિવિધિઓના ઈનપુટને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં પેરાગ્લાઈડર, પેરામીટર જેવા હવાઈ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જેમાં હેન્ગ ગ્લાઈડર, માનવ રહિત હવાઈ વિમાન જેવા રમકડા, ડ્રોન, હોટ બલૂન અને પેરા જમ્પિંગ વગેરે પર પુરી રીતે પ્રતિબંધ રહેશે. તેને લઈ દિલ્હી પોલીસ કમિશ્નર તરફથી આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે.

ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ભારતીડ દંડ સંહિતાની કલમ 188 હેઠળ નિયમનું ઉલ્લંઘન ગુનાની શ્રેણીમાં આવશે. આ પ્રતિબંધ 15 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. દિલ્હી પોલીસ સતત પ્રજાસત્તાક દિવસને લઈ કડક બંદોબસ્ત રાખી રહી છે. ચાર રસ્તા પર ચેકિંગ અભિયાન પણ સતત ચાલી રહ્યું છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

પ્રજાસત્તાક દિવસ પહેલા હથિયારોની ખેપ જપ્ત

પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 34 પિસ્તોલ જપ્ત કરી હથિયારોનો સપ્લાય કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમને કહ્યું કે આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના રહેવાસી નાવેદ રાણા (21) અને સલીમ (39) તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે હથિયારોની ખેપ ગોગી ગેંગના એક સભ્યને પહોંચાડવાની હતી.

દિલ્હી રેલવે સ્ટેશનમાં દેખાયા 3 બાંગ્લાદેશી

તમને જણાવી દઈએ કે ગઈ કાલે દિલ્હી રેલવે સ્ટેશન પર 3 બાંગ્લાદેશી નજર આવ્યા. સિયાહલદાથી દિલ્હી આવતી રાજધાની એક્સપ્રેસમાં 3 શંકાસ્પદ વિશે જાણકારી મળી. ત્યારબાદ પોલીસ તંત્રમાં હંગામો મચી ગયો. પોલીસે સીસીટીવીની મદદથી ત્રણેયને નિઝામુદ્દીનની એક હોટલમાંથી ઝડપી લેવામાં આવ્યા.

જો કે પુછપરછ બાદ ત્રણેય શંકાસ્પદ લોકોને છોડી દેવામાં આવ્યા. પોલીસ પ્રશાસન શકમંદોને લઈને અસમંજસમાં રહ્યું. આ ત્રણેય શંકાસ્પદ સ્ટેશન પર કોડવર્ડમાં વાતચીત કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસને તેમની પર શંકા ગઈ હતી.

કર્તવ્ય પથ યોજાનારી પરેડમાં આ ખાસ મહેમાનો રહેશે હાજર

લગભગ 1000 ખાસ લોકોને પરેડ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાના કાર્યકર્તા, કર્તવ્ય પથના જાળવણી કામદારો, શાકભાજી વિક્રેતા, રિક્ષા ચાલક, નાની કરિયાણાની દુકાનના માલિક, દૂધ બૂથ કાર્યકર્તા અને સ્કૂલ બેન્ડ સ્પર્ધાના ફાઈનલિસ્ટની આઠ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">