દિલ્હી: હોટલ-રેસ્ટોરન્ટ બાદ ચીની નાગરિકો માટે આ સેવા પર પણ પ્રતિબંધ

દિલ્હી: હોટલ-રેસ્ટોરન્ટ બાદ ચીની નાગરિકો માટે આ સેવા પર પણ પ્રતિબંધ

ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી દેશના નાગરિકોમાં ખુબ આક્રોશ છે. તેને લઈ દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના એક નિર્ણય હેઠળ ચીનના નાગરિકો માટે પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. એટલે કે હવે આ એસોસિએશનની અંદર આવનારી તમામ ટેક્સીઓમાં ચીનના નાગરિકોને બેસવાની પરવાનગી નહીં હોય. દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર એસોસિએશનની […]

Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 26, 2020 | 4:13 PM

ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી દેશના નાગરિકોમાં ખુબ આક્રોશ છે. તેને લઈ દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના એક નિર્ણય હેઠળ ચીનના નાગરિકો માટે પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. એટલે કે હવે આ એસોસિએશનની અંદર આવનારી તમામ ટેક્સીઓમાં ચીનના નાગરિકોને બેસવાની પરવાનગી નહીં હોય. દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર એસોસિએશનની અંદર 400 ટેક્સી કંપનીઓ અને લગભગ 50 હજાર ટેક્સીઓ આવે છે.

taxi services in delhi ban for chinese citizens Delhi Hotel bad chinese citizens mate aa seva par pan pratibandh

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના અધ્યક્ષ સંજય સમ્રાટે જણાવ્યું કે આપણા સૈનિકોની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ અમે આ નિર્ણય લીધો છે કે અમે કોઈ પણ ચીની નાગરિકને પોતાની ટેક્સીની સેવા આપીશું નહીં. અમે કેન્દ્ર સરકારને ભલામણ કરીએ છીએ કે ચીનના તમામ સામાનનો દેશમાં બહિષ્કાર કરવામાં આવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી હોટલ રેસ્ટોરન્ટ એન્ડ ઓનર્સ એસોસિએશનને પણ આ નિર્ણય લીધો હતો કે દિલ્હીની હોટલ અને ગેસ્ટ હાઉસમાં હવે કોઈ પણ ચીની વ્યક્તિને રૂમ નહીં મળે. ત્યારે દેશમાં ચીનની વિરૂદ્ધ ડિજિટલ સ્ટ્રાઈક કરી ભારત સરકારે પણ ટિકટોક, યૂસી બ્રાઉઝર સહિત 59 ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati