Tamilnadu: NIAએ મદુરાઈમાં ફેસબુક પર કટ્ટરપંથી પોસ્ટને લઈને ચાર સ્થળોએ પાડ્યા દરોડા, મહત્વના દસ્તાવેજો લાગ્યા હાથ

કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ ફેસબુક પર કટ્ટરપંથી પોસ્ટને લઈને તમિલનાડુના મદુરાઈમાં અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન તપાસ એજન્સીએ આ કેસથી સંબંધિત ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક પુરાવા પણ એકત્રિત કર્યા છે.

Tamilnadu: NIAએ મદુરાઈમાં ફેસબુક પર કટ્ટરપંથી પોસ્ટને લઈને ચાર સ્થળોએ પાડ્યા દરોડા, મહત્વના દસ્તાવેજો લાગ્યા હાથ
NIA
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 16, 2021 | 6:38 PM

કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ ફેસબુક પર કટ્ટરપંથી પોસ્ટને લઈને તમિલનાડુના મદુરાઈમાં અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન તપાસ એજન્સીએ આ કેસથી સંબંધિત ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક પુરાવા પણ એકત્રિત કર્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

NIAના પ્રવક્તા જયા રોયના જણાવ્યા અનુસાર ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ અને હિઝબ-ઉત-તહરીરની વિચારધારાથી પ્રભાવિત આરોપી મોહમ્મદ ઈકબાલ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ફેસબુક પોસ્ટના સંબંધમાં તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં ચાર સ્થળોએ તલાશી લેવામાં આવી હતી. NIAએ ગયા વર્ષે આ કેસમાં આરોપી મોહમ્મદ ઈકબાલની ધરપકડ કરી હતી.

ગયા વર્ષે ફેસબુક પર કેટલીક આપત્તિજનક પોસ્ટને લઈને મદુરૈના પોલીસ સ્ટેશન થિડીરમાં UAPA અધિનિયમની ધારા 13 (1) (બી) અને આઈપીસીની ધારા 153 એ, 153 બી, 505 (1) (બી), 505 (1) (સી) અને 505 (ii) હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો હતો. જેની તપાસ એજન્સી દ્વારા આ વર્ષે 15 એપ્રિલે પોતાના હાથમાં લીધી.

મોહમ્મદ ઈકબાલ અત્યારે જેલમાં છે

NIAના અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસમાં બહાર આવ્યું છે કે ફેસબુક પેજ “Thoonga Vizhigal Rendu is in Kazimar Street” પર આ વાંધાજનક પોસ્ટ્સ આરોપી મોહમ્મદ ઈકબાલ દ્વારા કોઈ ખાસ સમુદાયને બદનામ કરવા માટે અપલોડ કરવામાં આવી હતી.

આ પોસ્ટ વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે સાંપ્રદાયિક દ્વેષ ભડકાવવા માટે બનાવવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક પોલીસે 2 ડિસેમ્બરના રોજ મોહમ્મદ ઈકબાલ ઉર્ફે સેન્થિલ કુમારને મદુરાઈની કાઝિમર સ્ટ્રીટથી ધરપકડ કરી હતી, જે આજે પણ જેલમાં છે.

NIAને 16 ડિજિટલ ડિવાઈસ મળ્યા

એનઆઈએના પ્રવક્તા જયા રોયના જણાવ્યા અનુસાર રવિવારે સવારે એક સાથે 4 સ્થળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું, જેમાં મદુરાઈમાં કાઝીમાર સ્ટ્રીટ, કે. પુદુર, પેથાનિયાપુરમ અને મહબુબ પલાયમ શામેલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શોધ દરમિયાન આ 4 સ્થળોએથી લેપટોપ, હાર્ડ ડિસ્ક, મોબાઈલ ફોન, મેમરી કાર્ડ્સ, સિમ્સ, પેન ડ્રાઇવ્સ અને અનેક વાંધાજનક પુસ્તકો / પેમ્ફલેટ / દસ્તાવેજો સહિત 16 ડિજિટલ ડિવાઈસ મળી આવ્યા હતા.

જે જલ્દી તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે. એજન્સીને આશા છે કે જ્યારે આ ડિજિટલ ડિવાઈસને ડીકોડ કરવામાં આવશે તો આનાથી સોશિયલ મીડિયા પર સક્રિય થયેલ આ મોડ્યુલ વિશે ઘણી વધુ મહત્વપૂર્ણ માહિતી અને તેની સાથે સંકળાયેલા કેટલાક વધુ લોકોના ચહેરાઓ પણ બેનકાબ થઈ શકે છે.

આ પણ વાંચો: Cyclone Tauktae : ગુજરાતના અનેક જિલ્લામાં 17થી 20 મેં દરમિયાન પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">