Taiwan: પ્રથમ વાર તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં જોવા મળ્યું ચીનનું ઘાતક Z-10 હેલિકોપ્ટર, મિડિયન લાઇન કરી ક્રોસ

Taiwan: પ્રથમ વાર તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં જોવા મળ્યું ચીનનું ઘાતક Z-10 હેલિકોપ્ટર, મિડિયન લાઇન કરી ક્રોસ
China Helicopter Image credit Twitter

ચીન તાઇવાન પર પોતાનો દાવો કરે છે અને અહીંયાંના એર ડિફેન્સ ઝોનમાં ઘુસણખોરીને અંજામ આપે છે. હવે તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ચીનનું z-10 હેલિકોપ્ટર જોવા મળ્યું હતું. આ હેલિકોપ્ટરનું સંચાલન પીપુલ્સ લિબરેશન આર્મી ગ્રાઉન્ડ ફોર્સ તથા એરફોર્સ એરબોર્ન કોર્પ્સ કરે છે, ચીન તાઇવાન જલડમરૂમધ્યની આસપાસ પોતાની પહોંચ મજબૂત કરી રહ્યું છે. 

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

May 11, 2022 | 7:15 PM

China’s Helicopter in ADZI: ચીન તાઈવાન પર પોતાનો દાવો કરે છે અને અહીંયાંના એર ડિફેન્સ ઝોનમાં ઘૂસણખોરીને અંજામ આપે છે. હવે તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ચીનનું z-10 હેલિકોપ્ટર જોવા મળ્યું હતું. આ હેલિકોપ્ટરનું સંચાલન પીપુલ્સ લિબરેશન આર્મી ગ્રાઉન્ડ ફોર્સ તથા એરફોર્સ એરબોર્ન કોર્પ્સ કરે છે, ચીન તાઈવાન જલડમરૂમધ્યની આસપાસ પોતાની પહોંચ મજબૂત કરી રહ્યું છે. ચીનના ઘાતક ઝેડ-10 એટેક હેલિકોપ્ટર (Chinese Z-10 Attack Helicopter) પ્રથમવાર મીડિયન લાઈન પાર કરીને તાઈવાનના એર આઇડેન્ટિફિકેશન ઝોન એડીઆઈજેડમાં જોવા મળ્યું હતું. આ લાઈન એ ઐપચારિક સીમા છે, જે તાઈવાનના જલડમરૂ મધ્યના કેન્દ્રમાં આવેલું છે. આ હેલિકોપ્ટરનું સંચાલન પીપુલ્સ લિબરેશન આર્મી ગ્રાઉન્ડ ફોર્સ તથા એરફોર્સ એરબોર્ન કોર્પ્સ કરે છે, ચીન તાઈવાન જલડમરૂમધ્યની આસપાસ પોતાની પહોંચ મજબૂત કરી રહ્યું છે. તેનો અહીં હેલિકોપ્ટર બેઝ પણ છે. તેનાથી તે ભવિષ્યમાં ક્ષેત્રનું સંચાલન પોતાના હાથમાં લેવાનું વિચારી રહ્યું છે. તેના કારણે તાઇવાનનો ડર વધી ગયો છે.

જો ચીન તાઈવાન પર હુમલો કરે છે તો આ સ્થાનેથી તે પોતાના લશ્કરનું ઓપરેશન સરળતાથી ચલાવી શકે છે. તાઈવાનના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર Z-10 હેલિકોપ્ટરને એડીઆઈઝેડમાં આજે જોવામાં આવ્યું હતું. તે સાથે જાણકારી મળી હતી કે એડીઆઇઝેડના દક્ષિણ પશ્ચિમમાં ચીનના 28 હેલિક્સ એન્ટી સબમરીન હેલિકોપ્ટર ઉડી રહ્યા હતા. તેનું સંચાલન પણ પીપુલ્સ લિબરેશન આર્મીની નૌસેના કરે છે. એ સ્પષ્ટ નથી કે આ Ka-28ની સાથે WZ-10 હેલિકોપ્ટર હતા કે નહીં અને મીડિયન લાઈન પસાર કરવી તે સામાન્ય વાત નથી.

અગાઉ પણ બની હતી આવી ઘટના

તાાઈવાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે આવી ઘટના ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ અગાઉ વર્ષ 2020ના 19 સપ્ટેમ્બરે કરી હતી. ત્યારે અમેરિકન પ્રતિનિધ મંડળ તાઇવાનની મુલાકાતે હતું. તે સમયે ચીનના J-16, J-10 યુદ્ધ વિમાન અહીં આવ્યા હતા. મીડિયન લાઈનની આસપાસ કે પછી તાઈવાનના એડીઆઈઝેડના દક્ષિણ પશ્ચિમી વિભાગમાં સામાન્ય રીતે ચીની વિમાન જોવા મળે છે. અહીં ધ્યાન આપવા યોગ્ય બાબત એ છે કે તાઈવાન દ્વારા ઘોષિત એડીઆઇઝેડ ન કેવળ જલડમરૂમધ્ય પરંતુ ચીનના કેટલાક વિસ્તારને પણ આવરી લે છે. તેથી એવી આશંકા છે કે ચીન ફરીથી એવી ઘટનાઓને અંજામ આપી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati