T-20 લીગઃ પંજાબ અને મુંબઇ બંનેએ પોતાની વિતેલી મેચને ભુલીને આજે મેદાન પર ઉતરવુ પડશે, મજબુત દેખાવ છતાં બંને એ હાર સહન કરવી પડી હતી

T-20 લીગની સિઝનની 13 મી મેચ અબુધાબીમાં રમાશે. આ મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ બંને આમને સામને ટકરાશે. બંને ટીમો પોત પોતાની છેલ્લી મેચોને હારીને આવી રહી છે, બંને ટીમોએ પોતાની છેલ્લી મેચોની હારને ભુલીને હવે જીતની આશાએ મેદાનમાં આવશે. બંને ટીમો હારેલી મેચોની નાની નાની ભુલોને દુર કરવાનો પણ પ્રયાસ અબુધાબીમાં કરશે. […]

T-20 લીગઃ પંજાબ અને મુંબઇ બંનેએ પોતાની વિતેલી મેચને ભુલીને આજે મેદાન પર ઉતરવુ પડશે, મજબુત દેખાવ છતાં બંને એ હાર સહન કરવી પડી હતી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 01, 2020 | 8:10 AM

T-20 લીગની સિઝનની 13 મી મેચ અબુધાબીમાં રમાશે. આ મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ બંને આમને સામને ટકરાશે. બંને ટીમો પોત પોતાની છેલ્લી મેચોને હારીને આવી રહી છે, બંને ટીમોએ પોતાની છેલ્લી મેચોની હારને ભુલીને હવે જીતની આશાએ મેદાનમાં આવશે. બંને ટીમો હારેલી મેચોની નાની નાની ભુલોને દુર કરવાનો પણ પ્રયાસ અબુધાબીમાં કરશે.

ગત સિઝન વિજેતા મુંબઇ ઇન્ડીયન્સે પોતાની પહેલી જ મેચ પણ ગુમાવી હતી. પરંતુ કલકત્તા નાઇટ રાઇડર્સને હરાવીને તે ટુર્નામેન્ટમાં પરત ફર્યુ હતુ.  આરસીબી ની સામે જોકે નાની નાની ક્ષતિઓ તેને ભારે પડી ગઇ હતી. જોકે આવી જ સ્થિતી કંઇક કિંગ્સ ઇલેવનની પણ છે, જેણે દિલ્હી સામે પહેલી મેચ ખોઇને આરસીબી સામે જીતી પોતાનુ ખાતુ ખોલાવ્યુ હતુ. રાજસ્થાન રોયલ્સ સામે જોકે તેણે શાનદાર બેટીંગ કરવા છતાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. કિંગ્સ ઇલેવને પણ કેટલીક ભુલો કરી હતી પરંતુ જેને ફરી થી ભુલ કરવા થી બચવુ પડશે. તેણે જ્યારે વિરોધી ટીમ પર ગાળીયો કસવાનો હતો ત્યારે તે નાકામીયાબ નિવડ્યા હતા. પોતાની બંને મેચમાં પંજાબ સારી સ્થિતીમાં હતુ, તેમ છતાં તે તેનો ફાયદો ઉઠાવી શક્યુ નહી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રાજસ્થાન રોયલ્સના સામે કિંગ્સ ઇલેવન પંજાબના બોલર્સ ફોર્મમાં જણાતા નથી. શેલ્ડવ કોટરેલ ની એક જ ઓવરમાં રાહુલ તેવટીયાએ પાંચ છગ્ગા ઝડી દીધા તે જ તેનુ ઉદાહરણ છે. એટલે સુધી કે એકદમ જોરદાર ફોર્મમાં રહેલા મોહમંદ શામી પણ પોતાની ચાર ઓવરમાં 53 રન ગુમાવ્યા હતા. જોકે તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. લેગ સ્પિનર રવિ બિશ્નોઇ ને છોડીને કોઇપણ બોલર પાછળની મેચમાં પ્રભાવ છોડી શક્યો નથી.  કેપ્ટન કેએલ રાહુલે જોકે સકારત્મક વલણ અપનાવી રાખ્યુ હતુ, અને પોતાના બોલરોને ઉત્સાહ વધારવાનો સતત પ્રયાસ કરતો હતો. તે જો કે આ મેચમાં પોતાના બોલરોથી એક સારા પ્રદર્શનની એપેક્ષા રાખશે. જે બોલરોએ મેચમાં બની રહેવા માટે કમર કસીને પ્રદર્શન કરવુ પડશે.

કિંગ્સ ઇલેવન પંજાબે અત્યાર સુધીમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ ને મોકો નથી આપ્યો. પરંતુ રાહુલ અને મયંક અગ્રવાલના શાનદાર પ્રદર્શનથી એમની બેટીંગ મજબુત નજર આવી રહી છે. મુંબઇને જો મેચ જીતવી છે તો આ બંને બેટ્સમેનોને ઝડપ થી અને સસ્તામાં આઉટ કરવાનુ અભીયાન કરવુ પડશે. રાહુલ અને મયંક બંને એ અત્યાર સુધીમાં એક એક શતક અને એક એક અર્ધ શતક ફટકાર્યા છે. રાજસ્થાન રોયલ્સ સામે તો તેમણે પ્રથમ વિકેટ માટે 183 રનની ભાગીદારી નોંધાવી હતી.

મુંબઇ ના બેટ્સમેન અને બોલર બંને ખુબ જ સંતુલન ધરાવે છે. તેમની પાસે શીર્ષ ક્રમમાં ક્પ્તાન રોહિત શર્મા, સુર્યકુમાર યાદવ અને ઇશાન કિશન જેવા બેટ્સમેન છે. ત્યાર બાદ પોલાર્ડ અને હાર્દીક પંડ્યા જેવા આક્રમક બેટીંગની જવાબદારી નિભાવી શકે છે. મુંબઇ માટે પોતાના સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહના ફોર્મનો ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં રમાઇ ચુકેલી મેચોમાં તેના પ્રદર્શનમાં નિરંતરતાનો અભાવ જોવા મળ્યો છે. બુમરાહે ત્રણ મેચોમાં ત્રણ વિકેટ મેળવી છે અને તે પોતાનો પ્રભાવ ઉભો કરવામાં નિષ્ફળ રહ્યા છે. મુંબઇ ની ટીમ આ મેદાન પર આ પહેલા મેચ રમી ચુકી છે, તે તેનો ફાયદો ઉઠાવવોનો ભરપુર પ્રયાસ કરશે. તેણે પોતાની પહેલી બંને મેચ આ જ મેદાન પર રમી છે.

મુંબઇ ઇન્ડિયન્સઃ  કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

કિંગ્સ ઇલેવન પંજાબઃ લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, ક્રિસ ગેઇલ, મુજીબ રહેમાન, જેમ્શ નિશામ, ઇશાન પોરેલ, અર્શદિપ સિંહ, મુરુગન અશ્વિન,  સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, હરપ્રિત બરાડ, દિપક હુડ્ડા, સરફરાજ ખાન, મનદિપસિંહ, દર્શન નલકંડે, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">