નેશનલ મીડિયા સેન્ટર નજીક શંકાસ્પદ પદાર્થ મળતા ખળભળાટ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ પહોંચી ઘટના સ્થળે

દિલ્હી સ્થિત નેશનલ મીડિયા સેન્ટર નજીક શંકાસ્પદ પદાર્થ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. તાત્કાલિક ધોરણે ત્યાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ આવી પહોંચ્યા હતા.

  • tv9 webdesk37
  • Published On - 12:33 PM, 5 Apr 2021
નેશનલ મીડિયા સેન્ટર નજીક શંકાસ્પદ પદાર્થ મળતા ખળભળાટ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ પહોંચી ઘટના સ્થળે
Image - ANI

દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર (National Media Center) નજીક ચોંકાવનારી ઘટના બની છે. નેશનલ મીડિયા સેન્ટર નજીક એક શંકાસ્પદ વસ્તુ મળી આવતા પોલીસ પ્રવૃત્તિમાં ખળભળાટ મચી ગયો. માહિતી મળતાની સાથે જ ડોગ સ્કવોડની ટીમ સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને શંકાસ્પદ વસ્તુની તપાસ હાથ ધરવામાં આવી છે.

મીડિયા સેન્ટરની બહાર શંકાસ્પદ વસ્તુની બાતમી મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાથે મળીને આ કેસની તપાસ કરી રહી છે. જો કે હજી સુધી કોઈ ખાસ બાબત સામે આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં વિસ્ફોટક જેવી કોઈ ચીજવસ્તુ હોવાની સંભાવના નથી. પરંતુ હજી પણ સાવચેતી રૂપે, શંકાસ્પદ પદાર્થ કબજે કરવામાં આવી રહ્યો છે અને કોને અને કયા હેતુથી આ પદાર્થ રાખવામાં આવ્યો હતો તે શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ પદાર્થ નેશનલ મીડિયા સેન્ટર નજીક ફેંકી દેવામાં આવ્યો હતો.

 

 

આપને જણાવી દઈએ કે નેશનલ મીડિયા સેન્ટર નજીક જ્યાં આ શંકાસ્પદ વસ્તુ મળી છે તે સ્થાન ખૂબ જ સંવેદનશીલ ક્ષેત્ર માનવામાં આવે છે, સંસદ ભવન તે સ્થાનથી 1 કિલોમીટરના અંતરે છે. આ સિવાય રેલ ભવન, ઉદ્યોગ ભવન અને કૃષિ ભવન બરાબર નજીકના અંતરે આવેલા છે.