મમતા બનશે આગામી PM , હું તને મારી નાખીશ… સુશીલ મોદીને મળ્યો ધમકીભર્યો પત્ર

આજે મંગળવારના દિવસે ભાજપના સાંસદ સુશીલ મોદીએ આ વિશે માહિતી આપતો વીડિયો બનાવી ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમણે આ અંગે પટના પોલીસ પાસે પણ ફરિયાદ નોંધાવી છે. ભાજપના સાંસદ સુશીલ મોદીને (Sushil Modi) ધમકીભર્યો પત્ર મળતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

મમતા બનશે આગામી PM , હું તને મારી નાખીશ… સુશીલ મોદીને મળ્યો ધમકીભર્યો પત્ર
Sushil Modi received a threatening letter
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 20, 2022 | 11:21 PM

Sushil Modi threatening letter : આજે બિહારના એક મોટા નેતા ધમકીભર્યો પત્ર મળ્યો છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદી સાથે આજે ચોંકાવ નારી ઘટના બની છે. પશ્ચિમ બંગાળના પૂર્વી વર્ધમાન જિલ્લાથી તેમના માટે ધમકીભર્યો પત્ર આવ્યો છે. આ પત્રમાં તેમની હત્યા કરવાની ધમકી આપવામાં આવી છે. મંગળવારના દિવસે ભાજપના સાંસદ સુશીલ મોદીએ આ વિશે માહિતી આપતો વીડિયો બનાવી ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમણે આ અંગે પટના પોલીસ પાસે પણ ફરિયાદ નોંધાવી છે. ભાજપના સાંસદ સુશીલ મોદીને (Sushil Modi) ધમકીભર્યો પત્ર મળતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ચંપા સોમા નામના એક વ્યક્તિ એ સાંસદ સુશીલ મોદીને આ પત્ર મોંકલ્યો છે. ધમકીવાળા પત્રમાં લખ્યુ છે કે, હું તમને સૂચના આપી રહ્યો છું કે, હું તૃણમૂલ કોંગ્રેસના નેતા છું. મમતા બેનર્જી ભારતના આગામી વડાપ્રધાન બની શકે છે. મમતા બેનર્જી અને નીતીશ કુમાર ઝિંદાબાદ. હું તમારી હત્યા કરીશ. આ પત્ર અંગ્રેજીમાં લખવામાં આવ્યો હતો.

સુશીલ મોદીએ વીડિયો શેયર કરી આપી માહિતી

અંગ્રેજીમાં લખાયેલો આ ધમકીભર્યો પત્ર ચંપા સોમા નામની વ્યક્તિ વિલેજ-રાયણ, જિલ્લા-પૂર્વ વર્ધમાન પશ્ચિમ બંગાળથી મોક્લયો છે. આ પત્રમાં ચંપા સોમે પોતાનો મોબાઈલ નંબર 7501620019 પણ લખ્યો છે. આ પત્ર સાંસદ સુશીલ મોદીના રાજેન્દ્ર નગર સ્થિત ખાનગી આવાસના સરનામે મળ્યો હતો. રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીએ આ પત્ર પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને મોકલીને વિનંતી કરી છે કે, તેના પર કાર્યવાહી કરવામાં આવે. કારણ કે તમેને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. પોલીસ નામ, સરનામા અને નંબરના આધારે આ પત્ર લખનારને શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, જ્યારથી જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન તોડીને બિહારમાં આરજેડી સાથે સરકાર બનાવી છે, ત્યારથી સુશીલ મોદી આક્રમક બની ગયા છે. તે રોજ જેડીયુ અને આરજેડી પર નિશાન સાધતા રહે છે. બિહારમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાના કારણે મહાગઠબંધનની સરકાર પર હુમલાઓ થઈ રહ્યા છે. સાથે જ મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ભાજપ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સુશીલ મોદીના આક્રમક વલણને કારણે નીતિશના નેતૃત્વમાં બનેલી મહાગઠબંધન સરકાર જોખમમાં છે.જોવાનું એ રહ્યુ કે આવનારા સમયમાં આ ધમકીભર્યો પત્ર મોકલનાર પકડાઈ છે કે કેમ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati