સુરતની Pad Women! ઈચ્છાપોર ખાતે મહિલાઓ સેનિટરી પેડ બનાવીને મહિલાઓને મદદરુપ થાય છે અને કમાણી પણ કરે છે

Parul Mahadik

Parul Mahadik | Edited By: TV9 WebDesk8

Updated on: Mar 06, 2019 | 1:07 PM

8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે સુરતમાં મહિલાઓ જ મહિલાઓને મદદરૂપ થઈને સેનેટરી પેડ બનાવવાનું શરૂ કર્યું છે. સુરતના ઇચ્છાપોર ખાતે મહિલાઓને પગભર બને તે માટે આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામીણ મહિલાઓના ઉત્થાન અને તેમને સ્વરોજગારી પૂરું પાડવા કામ કરતી સંસ્થા શક્તિ ફાઉન્ડેશનના મેમ્બર સોનલ રોચાણીએ આ પહેલા […]

સુરતની Pad Women!  ઈચ્છાપોર ખાતે મહિલાઓ સેનિટરી પેડ બનાવીને મહિલાઓને મદદરુપ થાય છે અને કમાણી પણ કરે છે

8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે સુરતમાં મહિલાઓ જ મહિલાઓને મદદરૂપ થઈને સેનેટરી પેડ બનાવવાનું શરૂ કર્યું છે. સુરતના ઇચ્છાપોર ખાતે મહિલાઓને પગભર બને તે માટે આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ગ્રામીણ મહિલાઓના ઉત્થાન અને તેમને સ્વરોજગારી પૂરું પાડવા કામ કરતી સંસ્થા શક્તિ ફાઉન્ડેશનના મેમ્બર સોનલ રોચાણીએ આ પહેલા મહિલાઓને પાપડ,ખાખરા,અથાણાં ઘરે ઘરે બનાવીને પગભર બનાવી છે.  ગામડાઓમાં ફરતા તેમને માલુમ પડ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં સેનેટરી પેડની આવશ્યકતા ખૂબ છે. તેની સાથે જ  મહિલાઓને સ્વરોજગારી મળે તેવો પણ ઉદ્દેશ્ય તેમનો હતો. જેથી તેમણે નક્કી કર્યું કે મહિલાઓને સેનિટરી પેડ બનાવવાની તાલીમ આપવામાં આવે અને તેને પણ એક ગૃહઉધોગ તરીકે વિકસાવીને મહિલાઓને પગભર થવામાં મદદ મળી શકે.

હાલ આ મહિલાઓ ઘરનું કામ પુરી કરીને બાકી બચતા મોકળાશના સમયમાં પેડ બનાવવાનું કામ કરે છે અને આ રીતે તેઓ ઘરમાં પણ આર્થિક રીતે મદદ કરી રહી છે. સાથે જ મહિલા તરીકે સેનિટરી પેડ બનાવીને મહિલાઓને જ પેડ આપવાની મદદ કરીને તે વાતનું ગૌરવ પણ થાય છે. દિવસમાં 5 થી 7 કલાક તેઓ પેડ બનાવવાનું કામ કરીને મહિને 2 હજારથી 3 હજાર રૂપિયા કમાઈ લે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati