સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 29 અઠવાડિયાનો ગર્ભ નહીં પડાવી શકે 20 વર્ષની વિદ્યાર્થીની

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 9:19 PM

સુપ્રીમ કોર્ટે એક વિદ્યાર્થિનીને સલાહ આપી છે કે તે તેની 29 સપ્તાહની પ્રેગ્નન્સીનો ગર્ભપાત ન કરે. સુપ્રીમ કોર્ટે એઈમ્સના રિપોર્ટ બાદ આ તબક્કે અનિચ્છનીય ગર્ભાવસ્થાને ગર્ભપાત ન કરવાની સલાહ આપી છે.સુપ્રીમ કોર્ટમાં બનેલી આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 29 અઠવાડિયાનો ગર્ભ નહીં પડાવી શકે 20 વર્ષની વિદ્યાર્થીની
Image Credit source: File photo

સુપ્રીમ કોર્ટ તરફથી આજે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક વિદ્યાર્થિનીને સલાહ આપી છે કે તે તેની 29 અઠવાડિયાની પ્રેગ્નન્સીનો ગર્ભપાત ન કરે. સુપ્રીમ કોર્ટે એઈમ્સના રિપોર્ટ બાદ આ તબક્કે અનિચ્છનીય ગર્ભાવસ્થાને ગર્ભપાત ન કરવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટમાં બનેલી આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.

એક મોટો નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે AIIMS અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને બાળકીની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરવા કહ્યું છે. AIIMS અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ પણ સુનિશ્ચિત કરશે કે બાળકીને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ન હોય.

શું છે સમગ્ર ઘટના?

20 વર્ષની એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીએ કહ્યું કે તેને 7 મહિના પછી તેની પ્રેગ્નન્સી વિશે ખબર પડી. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી, જેના કારણે તે ગર્ભપાત કરાવવા માંગે છે. આ કેસમાં કોર્ટે AIIMSને એક રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્થિતિમાં ગર્ભપાત કરાવવો યોગ્ય નથી.

આ પછી સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટના આધારે આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જન્મ પછી બાળકને ઈચ્છુક માતા-પિતાને સોંપવામાં આવશે, જ્યાં તેનો સારી રીતે ઉછેર થઈ શકે.

પરિવાર પણ બાળકની સારી સંભાળ રાખવા સક્ષમ

તેના પર સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું કે એક પરિવાર બાળકને દત્તક લેવા માટે રાજી થઈ ગયો છે. આ દરમિયાન, એવું કહેવામાં આવ્યું હતું કે પરિવાર પણ બાળકની સારી સંભાળ રાખવામાં સક્ષમ છે. આ સમગ્ર મામલે AIIMSના રિપોર્ટ અનુસાર કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને પીડિત છોકરી સાથે વાત કરવા કહ્યું હતું. તેણે વિદ્યાર્થિની સાથે વાત કરી ત્યાર બાદ તે બાળકને જન્મ આપવા માટે રાજી થઈ ગઈ છે.

પરિવારના સભ્યો દત્તક લેવા તૈયાર નથી

કોર્ટ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે સામાજિક દબાણને કારણે વિદ્યાર્થીનીના પરિવારજનો બાળકને દત્તક લેવા તૈયાર નથી. તે જ સમયે, વિદ્યાર્થીનીના વકીલે પણ કહ્યું કે વિદ્યાર્થિની ઘણી માનસિક પરેશાનીમાંથી પસાર થઈ રહી છે. આ અંગે એએસજી ભાટીએ કહ્યું કે તે યુવતીને પોતાના ઘરે રાખવા માટે પણ તૈયાર છે. આજે સુપ્રીમ કોર્ટની આ સલાહની ભારે ચર્ચા થઈ રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati