સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખ્યો નિર્ણય, જમીન પચાવી પાડવાનો છે આરોપ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન(Azam khan)ની જામીન અરજી પર આજે સૂનાવણી બાદ સુપ્રીમ કોર્ટે (supreme Court) પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસ જમીન પચાવી પાડવાના મુદ્દા સાથે જોડાયેલો છે.

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખ્યો નિર્ણય, જમીન પચાવી પાડવાનો છે આરોપ
Azam khan
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

May 17, 2022 | 1:50 PM

આઝમ ખાન (Azam khan) તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે જવાબ આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારને 7 દિવસનો સમય આપ્યો હતો. અને કોર્ટની આગામી સૂનાવણી માટે આજની જ તારીખ આપી હતી.  સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન(Azam khan)ની જામીન અરજી પર આજે સૂનાવણી બાદ સુપ્રીમ કોર્ટે (supreme Court) પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસ જમીન પચાવી પાડવાના મુદ્દા સાથે જોડાયેલો છે.આઝમ ખાન પર આરોપ લાગેલો છે કે તેમણે રામપુર પબ્લિક સ્કૂલની બિલ્ડિંગનું નકલી સર્ટિફિકેટ બનાવીને માન્યતા પ્રાપ્ત કરી લીધી હતી. તે ઉપરાંત તેમની પર કેસ દાખલ કરનારા અધિકારીને ધમકાવવાનો પણ આરોપ છે.

ઉત્તર પ્રદેશના વકીલ એસવી રાજૂએ કહ્યું કે આઝમ ખાન પર 60થી વધુ કેસ સ્થાનિક લોકોએ નોંધાવેલા છે. અને ઘણા કેસ પાછલી સરકારના સમયે પણ નોંધાયેલા છે. આ મુદ્દે આઝમ ખાને કહ્યું હતુંકે હું હજી મરવાનો નથી. મારી સરકાર આવશે તો એક એકનો બદલો લઇશ અને તમારે પણ જેલમાં જલું પડશે, મારી સરકાર આવવા દો,જુઓ શું હાલ કરું છું. જે એસડીએમે મારા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે તેને છોડીશ નહીં.આઝમ ખાનના વકીલ કપિલ સિબબ્લે કહ્યું કે આઝમ ખાન બે વર્ષથી જેલમાં કેદ છે.

આઝમને જામીન મળતા જ નવો કેસદાખલ થઈ જાય છેઃ સુપ્રીમ કોર્ટ

આ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે આઝમ ખાન સામે ઘણી ફરિયાદો નોંધાયેલી છે. ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આઝમને જામીન મળતા જ નવો કેસ દાખલ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે એ નથી કરી શકતા. એક મુદ્દે જામીન મળતા જ તેને બીજા કેસમાં જેલ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આઝમને કયા મુદ્દે જામીન મળ્યા છે.

આઝમ ખાન આદતથી અપરાધી છે અને બધા દસ્તાવેજ નકલી છે

ઉત્તર પ્રદેશ સરકારે કહયું કે આઝમ ખાન આદતથી અપરાધી છે અને બધા દસ્તાવેજ નકલી છે. યૂપી સરકારે કહ્યું કે આઝમ ખાનને જમાનત ન મળવી જોઈએ. આઝમ ખાનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આઝમ ખાનનું એ શાળા સાથે કઈ લેવા દેવા નથી. તે સ્કૂલ ચલાવાતા નથી. બસ તેના ચેરમેન છે. ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું કે વર્ષ 2020માં આ મુદ્દે એફઆઇઆર નોંધાઈ હતી અને વર્ષ 2022માં આઝમ ખાનનું નામ જોડવામાં આવ્યું હતું. આઝમ ખાનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ એફઆઇઆર ત્યારે નોંધવામાં આવી જ્યારે આઝમ ખા જેલમાં હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati