અનામત કેટેગરીના ઉમેદવારને સામાન્ય કેટેગરીના ઉમેદવાર જેટલા ગુણ તો તેને સામાન્ય કેટેગરીમાં જ ગણવામાં આવે: સુપ્રીમ કોર્ટ

Supreme court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો કે જો કોઈ પછાત વર્ગનો  ઉમેદવાર સામાન્ય  ઉમેદવારોની જેટલા જ ગુણ મેળવે છે તો તેની પ્રવેશ પસંદગી સામાન્ય કેટેગરી હેઠળ રહેશે.

અનામત કેટેગરીના ઉમેદવારને સામાન્ય કેટેગરીના ઉમેદવાર જેટલા ગુણ તો તેને સામાન્ય કેટેગરીમાં જ ગણવામાં આવે: સુપ્રીમ કોર્ટ
Supreme Court
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 07, 2021 | 7:21 PM

Supreme court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો કે જો કોઈ પછાત વર્ગનો  ઉમેદવાર સામાન્ય  ઉમેદવારોની જેટલા જ ગુણ મેળવે છે તો તેની પ્રવેશ પસંદગી સામાન્ય કેટેગરી હેઠળ રહેશે. જ્યારે અનામત વર્ગમાં તે વર્ગ માટે જરૂરી સંખ્યા મેળવતા પછાત વર્ગના ઉમેદવારો માટે રસ્તો ખુલ્લો રહેશે. ન્યાયમૂર્તિ કિશન કૌલની અધ્યક્ષતાવાળી સુપ્રીમની ખંડપીઠે તામિલનાડુ સરકાર સરકારી સેવકો (સેવાની શરતો) અધિનિયમ, 2016ના સેક્શન 27(f) અંગે ચુકાદો આપ્યો છે.

અરજદારનો આરોપ, આરક્ષણ  ધ્યાને ન લેવાયું  કેસમાં અરજદારે પોસ્ટ ગ્રેજ્યુએટ આસિસ્ટન્ટ (Post Graduate Assistants) અને ફિઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર (Physical Education Directors)ની ગ્રેડ-1ની ભરતી અંગે અપીલ દાખલ કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે સંબંધિત ભરતીમાં  પ્રવેશની પ્રોવિઝનલ યાદીની તપાસ કરતા તેમણે જોયું કે મોસ્ટ બેકવર્ડ ક્લાસ (MBC) હેઠળ વર્ગીકૃત કરાયેલા કેટલાક ઉમેદવારોની પસંદગી કોઈપણ અનામતને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવી હતી. સામાન્ય કેટેગરીમાં ખાલી જગ્યાઓ હેઠળ આ ઉમેદવારોની વિચારણા કરવામાં આવતી નહોતી, પરંતુ મોસ્ટ બેકવર્ડ ક્લાસ (MBC) અને ડીનોટિફાઈડ કમ્યુનિટી (DNC) ક્વોટા હેઠળ નિમણૂક કરવામાં આવી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

તમિલનાડુ સરકારે આપ્યો આ જવાબ તમિલનાડુ રાજ્યની દલીલ છે કે સેક્શન27ને મેરીટના આધારે પસંદગી સાથે કોઈ લેવા-દેવા નથી. સેક્શન27 ફક્ત તે તબક્કે આરક્ષણની સ્થિતિને લાગુ પડે છે. આરક્ષિત ખાલી જગ્યાઓ માટે “અલગ જૂથો” માટે બે યાદી બનાવવી જરૂરી છે, એટલે કે એક પ્રોવિઝનલ (કામચલાઉ)યાદી અને બીજી ફાઈનલ યાદી. દલીલ કરવામાં આવી હતી કે પસંદ કરેલા હોંશિયાર ઉમેદવારોને સૂચીના આ ભાગ સાથે કાઈ લાગતું વળગતું નથી. એટલે કે જે આરક્ષણ કેટેગરીના ઉમેદવારનું મેરીટ ઊંચું છે, તેને આ આરક્ષણની બંને યાદી સાથે કાઈ લાગતું વળગતું નથી.

 

સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટનું અવલોકન અને નિર્દેશ સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે તામિલનાડુ સરકાર સરકારી સેવકો (સેવાની શરતો) અધિનિયમ, 2016ના સેક્શન 27(f)ફક્ત જણાવે છે કે જો આરક્ષણ હેઠળ આવતા સમુદાયના ઉમેદવારોની આવશ્યક સંખ્યા ઉપલબ્ધ ન હોય, તો વર્તમાન વર્ષમાં જે જગ્યાઓ માટે પસંદગી થઈ શકી નથી, તે જગ્યાઓનો બેકલોગ માની અન્ય ઉમેદવારોથી ભરવાની રહેશે. આ સાથે જ કોર્ટે કહ્યું કે અનામત કેટેગરી ઉમેદવારને સામાન્ય ઉમેદવાર જેટલા ગુણ હોય તો તેને સામાન્ય કેટેગરીમાં જ ગણવામાં આવે. 

આ પણ વાંચો: IPL 2021: ક્યા સ્થળે અને કઈ તારીખે, કોણ કોની સામે ટકરાશે, જાણો IPL ટુર્નામેન્ટનું પુરુ શિડ્યુલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">