વિજય માલ્યા 5 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે કોર્ટમાં હાજર થાય, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને 5 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે માલ્યાને હાજર થવા માટે બપોરે 2 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. સાથે જ ગૃહમંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે વિજય માલ્યાની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે વિજય માલ્યાની પુન:વિચાર અરજી રદ કરી દીધી. ઉલ્લેખનીય છે કે માલ્યાએ વર્ષ 2017ના નિર્ણયને, […]

વિજય માલ્યા 5 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે કોર્ટમાં હાજર થાય, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:33 PM

સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને 5 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે માલ્યાને હાજર થવા માટે બપોરે 2 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. સાથે જ ગૃહમંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે વિજય માલ્યાની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે વિજય માલ્યાની પુન:વિચાર અરજી રદ કરી દીધી. ઉલ્લેખનીય છે કે માલ્યાએ વર્ષ 2017ના નિર્ણયને, જેમાં તેને કોર્ટની અવમાનના માટે દોષી ઠેરવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેની સમીક્ષા માટે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને દોષી ઠેરવ્યો હતો, કારણ કે માલ્યાએ પોતાની સંપતિનો હિસાબ આપ્યો નહતો અને પૈસા પોતાના બાળકોને ટ્રાન્સફર કરી દીધા હતા. વિજય માલ્યાએ પોતાના ખાતામાંથી 4 કરોડ ડૉલર નિકાળી કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા માટે પણ દોષી ઠેરવ્યો, કોર્ટના આદેશ મુજબ માલ્યા પર પૈસાને ઉપાડવાને લઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">