Hijab Controversy : સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને લગાવી ફટકાર, કર્ણાટક સરકારને પાઠવી નોટીસ

કર્ણાટક હાઈકોર્ટના એ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં તેણે મુસ્લિમ છોકરીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની મંજૂરી આપી ના હતી.

Hijab Controversy : સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને લગાવી ફટકાર, કર્ણાટક સરકારને પાઠવી નોટીસ
Supreme Court issues notice to petitioner in hijab dispute
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 11:39 AM

કર્ણાટકમાં હિજાબ વિવાદ (Hijab Controversy) સાથે જોડાયેલા એક કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને ઠપકો આપતા નોટિસ જાહેર કરી છે. હિજાબ વિવાદ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ (Notice) જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે હિજાબ વિવાદ કેસની સુનાવણી મોકૂફ રાખવા પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપતા કહ્યું કે, જ્યારે મામલો સુનાવણી માટે આવે છે, ત્યારે તમે સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરો છો. આ યોગ્ય માર્ગ નથી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી 5 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે પિટિશન દાખલ કરવામાં આવી છે

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે તમામ અરજીઓની સુનાવણી આગામી સોમવાર સુધી મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક હાઈકોર્ટના એ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં તેણે મુસ્લિમ છોકરીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની મંજૂરી આપી ના હતી. તેણે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હિજાબ પહેરવું જરૂરી નથી કે તે ધાર્મિક પ્રથા હેઠળ આવે, જે બંધારણની કલમ 25 હેઠળ સુરક્ષિત છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જાણો, કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં શું થયું

  1. કર્ણાટકના હિજાબ વિવાદ કેસની સુનાવણી મોકૂફ રાખવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
  2. સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપતા કહ્યું કે જ્યારે મામલો સુનાવણી માટે આવે છે, ત્યારે તમે સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરો છો. આ યોગ્ય માર્ગ નથી.
  3. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે તમામ અરજીઓની સુનાવણી આગામી સોમવાર સુધી મુલતવી રાખી છે.
  4. તમને જણાવી દઈએ કે કર્ણાટક હાઈકોર્ટના એ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં તેણે મુસ્લિમ છોકરીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની મંજૂરી આપી ન હતી.
  5. કર્ણાટક હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે હિજાબ પહેરવું એ ફરજિયાત ધાર્મિક પ્રથાનો ભાગ નથી, જે બંધારણની કલમ 25 હેઠળ સુરક્ષિત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">