VACCINATION :સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોના રસીકરણ અભિયાનને રોકવાની માગ કરતી અરજી ફગાવી

અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટે તેમની દલીલોમાં જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ વિના સામૂહિક રસીકરણને મંજૂરી આપવી એ નિયમોનું ઉલ્લંઘન છે.

VACCINATION :સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોના રસીકરણ અભિયાનને રોકવાની માગ કરતી અરજી ફગાવી
Supreme Court dismisses the petition to stop the covid 19 vaccination campaign saying it is important for the safety of the people
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 10:00 PM

DELHI : સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે તે અરજીને ફગાવી દીધી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે કોવિશિલ્ડ અને કોવેક્સિનના (Covishield and Covaxin) ક્લિનિકલ ટ્રાયલના તમામ તબક્કાઓ સમાપ્ત થાય ત્યાં સુધી સામૂહિક કોવિડ-19 રસીકરણ બંધ કરવામાં આવે. કોર્ટે કહ્યું કે તે લોકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને તેના પર કોઈ પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ.

જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ બીવી નાગરથનાની ખંડપીઠે કર્ણાટક હાઇકોર્ટના 26 મેના આદેશને પડકારતી એક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેમાં ભૂતપૂર્વ સૈનિક મેથ્યુ થોમસની અરજી ફગાવી દેવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે હાઈકોર્ટે યોગ્ય રીતે અરજી ફગાવી દીધી છે. રસીકરણ અભિયાન પર શંકાઓ ન ઉભી કરો. લોકોની સલામતી માટે આ મહત્વપૂર્ણ છે. અમે આ અરજી પર બિલકુલ દલીલો નથી ઈચ્છતા.

કોરોના મહામારી દરમિયાન દેશ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થયો ખંડપીઠે વધુમાં કહ્યું કે દેશ મહામારી દરમિયાન અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થયો છે અને ભારત એકમાત્ર એવો દેશ નથી જ્યાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ખંડપીઠે આદેશમાં કહ્યું કે અમે ભારતના બંધારણની કલમ 136 હેઠળ વિશેષ રજાની અરજી સ્વીકારવા માટેનું વલણ ધરાવતા નથી અને તેથી વિશેષ મંજુરીની અરજી ફગાવી દેવામાં આવે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટે તેમની દલીલોમાં જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ વિના સામૂહિક રસીકરણને મંજૂરી આપવી એ નિયમોનું ઉલ્લંઘન છે અને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી હાનિકારક અને ગેરકાયદેસર છે. 26 મેના રોજ, હાઇકોર્ટે થોમસ અને અન્ય બે દ્વારા દાખલ કરવામાં આવેલી PILને ફગાવી દીધી હતી અને અરજદારોને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જે એક મહિનાની અંદર ચૂકવવો પડશે.

દેશમાં આજે કોવિડ -19 ના 14,306 નવા કેસ સામે આવ્યા  બીજી તરફ, દેશમાં આજે કોવિડ-19ના 14,306 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 443 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1.67 લાખ પર આવી ગયા છે. મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 18,762 લોકો સંક્રમણથી મુક્ત થઇ સાજા પણ થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,35,67,367 થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હાલમાં 1,67,695 છે, જે કુલ કેસના 0.49 ટકા છે. સક્રિય કેસનો આ આંકડો 239 દિવસમાં સૌથી ઓછો છે. દૈનિક પોઝીટીવીટી દર 1.43 ટકા છે, જે છેલ્લા 21 દિવસથી 2 ટકાથી ઓછો છે જ્યારે સાપ્તાહિક પોઝીટીવીટી દર 1.24 ટકા છે, જે 31 દિવસથી 2 ટકાથી નીચે રહ્યો છે. દેશમાં રિકવરી રેટ હવે 98.18 ટકા છે. મંત્રાલયે કહ્યું કે, દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 102.27 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">