સુપ્રિમ કોર્ટે જાહેર કર્યું eCourt મોબાઈલ એપ મેન્યૂઅલ, ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત 14 ભાષામાં ઉપલબ્ધ

સુપ્રીમ કોર્ટની ઇ-કમિટીએ તેની નિ: શુલ્ક eCourt  સેવા મોબાઇલ એપ્લિકેશન માટે એક મેન્યૂઅલ બહાર પાડ્યું છે. આ એપ્લિકેશન 57 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપના સરળ ઉપયોગ માટે મેન્યુઅલને 14 ભાષાઓ -અંગ્રેજી, હિન્દી, આસામી, બાંગ્લા, ગુજરાતી, કન્નડ, ખાસી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ માં બહાર પાડવામાં આવ્યું છે.

સુપ્રિમ કોર્ટે જાહેર કર્યું eCourt મોબાઈલ એપ મેન્યૂઅલ, ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત 14 ભાષામાં ઉપલબ્ધ
સુપ્રિમ કોર્ટે જાહેર કર્યું eCourt મોબાઈલ એપ મેન્યૂઅલ , ગુજરાતી, હિન્દી સહિત 14 ભાષામાં ઉપલબ્ધ
Follow Us:
| Updated on: May 23, 2021 | 9:39 PM

સુપ્રીમ કોર્ટની ઇ-કમિટીએ તેની નિ: શુલ્ક eCourt  સેવા મોબાઇલ એપ્લિકેશન માટે  એક મેન્યૂઅલ બહાર પાડ્યું છે. આ એપ્લિકેશન 57 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપના સરળ ઉપયોગ માટે મેન્યુઅલને 14 ભાષાઓ -અંગ્રેજી, હિન્દી, આસામી, બાંગ્લા, ગુજરાતી, કન્નડ, ખાસી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ માં બહાર પાડવામાં આવ્યું છે.

eCourt સેવા મોબાઇલ એપ્લિકેશન અને તેના મેન્યૂઅલ અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઇ- કમિટી,  સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. એસસી ઇ-સમિતિના અધ્યક્ષ જસ્ટિસ ધનંજય વાય.ચંદ્રચુડે મેન્યુઅલ જાહેર કર્યું હતું. તેમણે આ નિશુલ્ક અને નાગરિક કેન્દ્રિત મોબાઇલ એપ્લિકેશનની પહોંચ પર કહ્યું હતું કે ‘ગત વર્ષ દરમ્યાન એડવોકેટો, ન્યાયાધીશો, વાદીઓએ લોકડાઉન અને જાહેર સ્વાસ્થયની ચિંતાને પગલે ઓફિસો અને અદાલતો બંધ રહેવા પર ટેકનિકલ સમાધાનનો સ્વીકાર માટે પ્રેરિત કર્યા છે.

કેસ ડાયરી અને કેસ નિકાલની વિગતો જાણી શકાય

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

eCourt સેવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, વ્યક્તિ વિવિધ નાગરિક-કેન્દ્રિત સેવાઓ જેમ કે કેસ નંબર, સીએનઆર નંબર, ફાઇલિંગ નંબર, પાર્ટીનું નામ, એફઆઈઆર નંબર, એડવોકેટ વિગતો, અધિનિયમ વગેરે શોધી શકાય છે. કેસની સંપૂર્ણ વિગતો કેસ ફાઇલિંગથી લઈને તેના નિકાલ સુધીની વિગતો મેળવી શકાય છે.

જેમાં તારીખ મુજબની કેસ ડાયરીનો સમાવેશ થાય છે. કોઈ પણ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓર્ડર, કેસ ટ્રાન્સફરની વિગતો, વચગાળાની અરજીની સ્થિતિ, જાણી શકાય છે. “ઇ-કોર્ટ સેવા” મોબાઇલ એપ્લિકેશનથી કોઈ પણ હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોના કેસોની વિગતો મેળવી શકાય છે. એપની સુવિધા ‘માય કેસ’ સાથે કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત કેસ નંબર ઉમેરીને તેને સેવ કરી શકે છે જે કોર્ટની કાર્યવાહી મુજબ ઓટો અપડેટ્સ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">