West Bengal : બંગાળના પૂર્વ મુખ્યસચિવ અલાપાન બંધોપાધ્યાય સામે કેન્દ્ર સરકારે લીધા પગલા

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અલાપાન બંધોપાધ્યાય (Alapan Bandhopadhyay) 30 દિવસની અંદર પોતાના બચાવમાં રીપોર્ટ રજૂ કરી શકે છે.

West Bengal : બંગાળના પૂર્વ મુખ્યસચિવ અલાપાન બંધોપાધ્યાય સામે કેન્દ્ર સરકારે લીધા પગલા
FILE PHOTO

West Bengal : કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યસચિવ અને હાલમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપાન બંધોપાધ્યાય (Alapan Bandhopadhyay) વિરુદ્ધ ગેરવર્તન અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં, અલાપનની ગેરવર્તણુંક અંગે પ્રશ્નો ઉભા થયા હતા અને હવે કેન્દ્રીય કર્મચારી મંત્રાલયે તેમની સામે ભારે દંડ લાદવાની દરખાસ્ત કરી છે.

 

30 દિવસમાં જબાબ રજૂ કરવા આદેશ
આ કેસમાં કેન્દ્રએ અલાપાન બંધોપાધ્યાય (Alapan Bandhopadhyay) સામે તપાસના આદેશ પણ આપ્યા છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સૂચના જાહેર થયાના 30 દિવસની અંદર અલાપન પોતાના બચાવમાં રિપોર્ટ રજૂ કરી શકે છે. અથવા તે પોતે હાજર થઈ શકે છે અને આ ઘટનાનું કારણ સમજાવી શકે છે. જો તે આમ નહીં કરે તો તપાસ સમિતિ તેમના પરના આક્ષેપોના આધારે એકપક્ષીય નિર્ણય લેશે.

18 જૂને શરૂ થઇ સમગ્ર કાર્યવાહી
18 જૂનના રોજ અલાપાન બંધોપાધ્યાય (Alapan Bandhopadhyay) વિરુદ્ધ તપાસ શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ સાથે એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ (શિસ્ત અને અપીલ) ના નિયમ 8 હેઠળ અલાપન સામે મોટો દંડ લાદવાની દરખાસ્ત કરે છે. નોટીફીકેશનમાં જણાવાયું છે કે તેમની સામે નોકરી પર રહેતા ગેરવર્તન કરવા માટેના કેટલાક આરોપો છે.

શું હતો સમગ્ર વિવાદ ?
ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડા ( Yaas Cyclone ) થી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદી (PM MODI) એ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા 28 મે ના રોજ કાલીકુંડામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee) અને મુખ્ય સચિવ તરીકે અલાપાન બંધોપાધ્યાય (Alapan Bandhopadhyay) નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે અલાપાન પણ આ બેઠકમાં શામેલ થયા નહોતા. આ સમગ્ર ઘટના અંગે વિવાદ થયો હતો.

કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે West Bengal ના પૂર્વ મુખ્યસચિવ અને હાલ મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બંધોપાધ્યાય (Alapan Bandhopadhyay) ને કેન્દ્ર સરકારે 1 જૂને કારણદર્શક નોટીસ ફટકારી હતી.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati